Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

જમ્મુ -કાશ્મીરના ખીણ વિસ્તારમાં 30 પાકિસ્તાની અને ઇસ્લામિક ચેનલો પર પ્રતિબંધ

આ ચેનલો શાંતિ અને સદભાવના માટે મોટો ખતરો :ગૃહ મંત્રાલય

 

શ્રીનગર :જમ્મૂ-કશ્મીરમાં પાકિસ્તાન સ્પોન્સર્ડ અશાંતી પર લગામ લગાવવા માટે રાજ્ય સરકારે કથિત રીતે ખીણ વિસ્તારમાં રહેલા કેબલ ઓપરેટરોને 30 પાકિસ્તાની અને ઈસ્લામિક ચેનલો પર પ્રતીબંઘ મુકવા આદેશ આપ્યો છે. ગૃહ વિમાગના જણાવ્યા પ્રમાણે ચેનલો શાંતિ એને સદભાવના માટે મોટો ખતરો છે

  ગૃહ વિભાગના આદેશ પછી કેબલ ઓપરેટર બુઘવારે બેઠક કરીને મુદ્દે ચર્ચા કરશે, તેમના પ્રમાણે ચેનલો લોકો ખુબ જોવે છે. અગાઉ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરીને સુરક્ષા એજન્સીઓની છબિ ખરડવા અને આતંકિઓને સહાનુભૂતી આપતા આવા 21 વોટસએપ ગ્રૂપને જમ્મુ-કશ્મીર પોલીસે કિશ્તવાડામાં ઝઝપ્યા હતા અને તેમના વિરુદ્ધ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.

(10:52 pm IST)
  • દેશભરમાં રેલવે સ્ટેશનોમાં દૂધના આઉટડેટ ખોલાશે :રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે દૂધનો વપરાશ વધારવા દેશભરના રેલવે સ્ટેશનો પર દૂધ ઉપલબ્ધ કરાવવા યોજના બનાવાઈ રહી છે;દૂધના ઉત્પાદકોના સહયોગથી યોજના કાર્યાન્વિત કરાશે access_time 1:28 am IST

  • મેડીકલ પ્રવેશમાં સર્ટીફીકેટની ચકાસણીની પધ્ધતી શું છે? એ આવતી કાલ સુધીમાં સ્પષ્ટ કરોઃ શંકાસ્પદ એસટીના જ્ઞાતિના સર્ટીફીકેટના આધારે મેડીકલમાં પ્રવેશ માટે ઉમેદવારી કરવાની સામે હાઇકોર્ટમાં પીઆઇએલ મુદ્દે ચીફ જસ્ટીસની ટકોર. access_time 3:43 pm IST

  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST