Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ઝટકો :સાંસદ ચંદન મિત્રાનું રાજીનામુ

21મીએ તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડે તેવી શકયતા :21 જુલાઈએ શહીદ દિવસ તરીકે મનાવવાશે

 

કોલકાતા :પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે વરિષ્ઠ પત્રકાર અને રાજ્ય સભાના સાંસદ ચંદન મિત્રાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.તેઓએ જણાવ્યું હતું કેમે રાજીનામું આપ્યું છે. પરંતુ હું ક્યા પક્ષમાં અને ક્યારે જોડાવાનો છું તે નક્કી કર્યું નથી. હું અત્યારે તેનો ખુલાસો નહીં કરું,

ચંદન મિત્રાએ ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહને મંગળવારે પોતાનું રાજીનામું મોકલી દીધું છે એવું મનાય છે કે મિત્રા 21 જુલાઈના તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડશે  21 જુલાઈના શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે

  1993માં ડાબેરી શાસનકાળમાં પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા 13 યુથ કોંગ્રેસ કાર્યકરોની યાદમાં ટીએમસી શહીદ દિવસ મનાવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કાર્યક્રમમની આગેવાની કરશે અને ચંદન મિત્રા દિવસે ટીએમસીમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે

(10:20 pm IST)