Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હિમાચલ પ્રદેશઃ કાંગડામાં IAFનું MiG-21 વિમાન થયુ દુર્ઘટના ગ્રસ્ત, પાઈલટ લાપતા

ભારતમાં કેટલાક સમયથી વાયુસેનાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના બનાવો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સામે આવી છે. જેમાં બુધવારે વાયુ સેનાનું MiG 21 ફાઈટર પ્લેનપંજાબના પઠાનકોટથી આવી રહ્યું હતું તે દરમિયાન દુર્ઘટના ગ્રસ્ત થયુ છે. આ દુર્ઘટનામાં પાયલટ લાપતા છે. રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે.

(8:26 pm IST)