Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અમેરિકામાં આકાશમાં બે તાલીમી વિમાન અથડાયાં: ભારતીય યુવતી નિશાનું મૃત્યુ

નિશા સેજવાલ 2017ના સપ્ટેંબરમાં ફ્લાઈટ સ્કૂલમાં જોડાઈ હતી.

અમેરિકામાં આકાશમાં બે નાનકડા તાલીમી વિમાન અથડાતાં ત્રણ લોકોના મોત  નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં 19 વર્ષની ભારતીય યુવતી નિશા સેજવાલનો પણ સમાવેશ થાય છે

  આ દુર્ઘટના ગઈ કાલે બની હતી. બંને વિમાન એક ફ્લાઈટ સ્કૂલના હતા અને તે ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં અથડાયા હતા. બંને વિમાનને ટ્રેઈની પાઈલટ ચલાવતા હોવાનું મનાય છે. નિશા સેજવાલ 2017ના સપ્ટેંબરમાં ફ્લાઈટ સ્કૂલમાં જોડાઈ હતી.

(8:18 pm IST)