Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

પીછો કરીને બદનામ કરવા માગતા છોકરાઓની લાકડીથી ધુલાઇ કરી આ છોકરીએ

 જયપુરઃ તા.૧૮, રાજસ્થાનના ભરતપુરમાં એક છોકરીને બદનામ કરવા માટે કેટલાક છોકરાઓ પીછો કરી રહયા  હતા અને તેના વિરૂધ્ધ અફવાઓ ફેલાવતા હતા. ગયા વીક-એન્ડમાં તેણે આ છોકરાઓને સબક શીખવ્યો હતો.  છોકરી રસ્તા પર જ પીછો કરીને પરેશાન કરી રહેલા આ છોકરાઓને લાકડીથી ઝુડવા માંડી હતી. રસ્તા વચ્ચે આવુ થતુ જોઇને લોકોેએ તેને માંડ શાંત પાડી ત્યારે છોકરાઓનો જીવ બચ્યો. છોકરીનું કહેવુ હતુ કે મારે તેમને બરાબર સમજાવવું હતુ કે કોઇ છોકરીને કમજોર નહિ માનતા

(4:10 pm IST)