Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

'પ્રમાણિક' મોદી ભ્રષ્ટાચારને નાથવા RTIના કાયદાને જ નબળો પાડવા બિલ લાવશે

માહિતી અધિકારનો કાયદા - ૨૦૦૫ને જ ધરમૂળથી બદલવા માંગે છે

નવી દિલ્હી તા. ૧૮ : દેશમાં ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જયારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ગાઇ વગાડીને કહ્યુ હતુ કે, તેમની સરકાર પારદર્શક હશે અને જનતાને તેઓ તેમના કાર્યનો હિસાબ આપશે. પણ મોદીના શાસનના ચાર વર્ષ પુરા થયા. આ ચાર વર્ષમાં હિસાબ આપવાની વાત તો દૂર રહી, પણ જે કાયદા થકી લોકો સરકારની વહીવટમાં પારદર્શકતા લાવી શકતા હતા અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા હતા તે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ (માહિતી અધિકારનો કાયદા)-૨૦૦૫ને જ ધરમૂળથી બદલવા માંગે છે અને સંસદના આ ચોમાસુ સત્રમાં માહિતી અધિકારના કાયદામાં સુધારા બિલ રજૂ કરશે. નરેન્દ્ર મોદી પ્રમાણિકતાની અના પારદર્શકતાની વાતો તો કરે છે પણ વાસ્તવિકતા કંઇક જુદી છે. જો તેમની સરકાર પ્રમાણિક અને પારદર્શક વહીવટ કરે છે તો પછી માહિતી અધિકારના કાયદામાં સુધારો લાવવાની કેમ જરુર ઉભી થઇ?

માહિતી અધિકારના કાયદામાં ફેરફાર થઇ રહ્યો છે તે સમાચાર મળતા જ, દેશભરમાં માહિતી અધિકારના કાયદા માટે લડતા લોકો ભેગા થયા અને તેનો વિરોધ કર્યો. સરકાર આ કાયદામાં શું ફેરફાર કરવા માંગે છે તે જાણવાનો પણ પ્રયત્ન કર્યો. પણ સરકારમાંથી કોઇ જબાબ મળ્યો નહીં.પણ સંસદના પહેલા દિવસનો એજન્ડા બહાર પડ્યો અને તેમાં 'માહિતી અધિકાર કાયદાનું ફેરફાર અંગેનું બીલ ટેબલ થવા માટે લીસ્ટ થયું. જો કે, આ કાયદામાં સરકાર શું ફેરફાર કરવાની છે તેનો મુસદ્દો જાહેર કરાયો નથી. ગુજરાતમાં જેમ વર્ષોથી વિધાનસભામાં 'CAG નો અહેવાલ' છેલ્લા દિવસે મૂકવામાં આવે છે, એ રીતે મંગળવારે બપોર પછી સાંસદોને માહિતી અધિકારના કાયદામાં 'ફેરફાર' બીલનો મુસદ્દો મળ્યો.આ મુસદ્દામાં કહ્યા મુજબ, આ બીલથી કેન્દ્ર સરકાર મુખ્યત્વે માહિતી આયોગની સત્તા પર અંકુશ લાવવા માંગે છે. મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

હાલના માહિતી અધિકારના કાયદા મુજબ કેન્દ્રીય અથવા રાજય માહિતી આયોગમાં જે મુખ્ય માહિતી કમિશ્નર અને અન્ય માહિતી કમિશ્નર હોય છે તેમનો ફરજનો સમયગાળો ૬૫ વર્ષ અથવા ૫ વર્ષ બે માંથી જે ઓછું હોય તે, અવી તેવી જોગવાઈ છે.. તેને બદલીને સરકાર હવે માહિતી કમિશ્નરનો સમયગાળો કેન્દ્ર સરકાર નક્કી કરશે. એટલે કોઈ કમિશ્નર ૧૦ વર્ષ માટે કે તેથી વધુ સમય માટે પણ કમિશ્નર રહી શકે અને કોઈ ને ૬ મહિનામાં પણ દૂર કરી શકાય. આ એક ખતરનાક બાબત ગણાય. કેમ કે, આ પદ પર વધુ સમય રહેવા માટે પણ પંચ તરફથી સરકારને ગમે તેવા ચુકાદા આપવાની વલણ ઉભું થશે.(૨૧.૩૦)

(4:10 pm IST)