Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

'દર ચોથી છોકરી અને છઠ્ઠો છોકરો જાતિય શોષણનો ભોગ બને છે'

મોટાભાગના અપરાધીઓ બાળકને ઓળખનારા

અમદાવાદ તા. ૧૮ : રિપોર્ટ મુજબ વિશ્વમાં ૧૯ ટકા ગર્લ્સ અને ૮ ટકા છોકરાઓ સેકસ્યુઅલ અબ્યુઝનો શિકાર થાય છે. નોંધાયેલા ન હોય તેવા આંકડા આ રિપોર્ટથી વધારે હોઈ શકે છે. માતા-પિતા અને શિક્ષકોએ બાળકોના થઈ રહેલા જાતિય શોષણની બધી નિશાનીઓ જાણતા હોવી જોઈએ અને તેને વધારે લોકો સુધી ફેલાવવો જોઈએ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 'અવેરનેસ ઓફ ચાઈલ્ડ સેકસ્યુઅલ અબ્યુઝ' પર બાળકો, માતા-પિતા અને શિક્ષકો માટે સેમિનાર યોજાયો હતો. સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટ ડો. એમ.એમ પ્રભાકરે જણાવ્યું કે, પરિવાર દ્વારા મદદ માટે બહાર આવવાની હિંમત ના અભાવે, હાલના સમયમાં બાળકો સાથે જાતિય શોષણના કિસ્સાઓ ખૂબ વધ્યા છે. તેમણે કહ્યું, જાતિય શોષણનો શિકાર બનેલાને શારીરિક અને માનસિક મદદની જરૂર હોય છે.બાળરોગ સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ, ડો. રાકેશ જોશીએ કહ્યું કે, ભારતમાં બાળકો સાથે થતા જાતિય શોષણના કેસોમાં ૬૦ ટકા અપરાધીઓ પીડિતને જાણતા હોય છે, ૩૦ ટકા બાળકની નજીકના હોય છે, અને માત્ર ૧૦ ટકા કેસોમાં અપરાધીઓ અજાણ્યા હોય છે. લગભગ ૯૦ ટકા અપરાધીઓ બાળકને જાણતા હોય છે, ત્યારે આવા ગુનાને રોકવા માટે વધારે સાવધાન રહેવાની જરૂર છે.

બાળરોગ વિજ્ઞાનના પ્રોફેસર ડો. બેલા શાહએ કહ્યું કે, 'માતા-પિતા અને શિક્ષકોએ બાળકના વર્તનમાં થતા ફેરફારને ઓળખવાની જરૂર છે. આ લક્ષણો વિશે જણાવતા તેમણે કહ્યું કે, બાળકની ઊંઘની વિક્ષેપ, અભ્યાસના પરિણામમાં ફેરફાર અને અસામાન્ય ભય અથવા ગુસ્સો જેવા કેટલાક સંકેતો છે, જે બાળક સાથેના શોષણનો સંકેત આપી શકે છે.'

જયારે તમને લાગે કે બાળક વિરુદ્ઘ કોઈ ગુનો કરાયો છે, જો બાળકનું શોષણ માતા-પિતા દ્વારા નથી કરાયું અને તે બધી ઘટના તેમના કહી શકે છે. તો સૌથી પહેલા તેના માતા-પિતાને કોન્ટેકટ કરો. આ બાદ તરત ડિસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેકશન યુનિટ (DCPU), સ્પેશિયલ જુવેનાઈન પોલીસ યુનિટ (SJPU), ચાઈલ્ડલાઈન, પોલીસ અથવા બાળકો માટે કામ કરતી સંસ્થાનો સંપર્ક કરો. બાળકને કોઈ સારવારની જરૂર હોય તો તે પુરી પાડો. તમારી પાસે બાળકના જાતિય શોષણની જેટલી પણ માહિતી હોય તેને પોલીસને આપો. જેથી કરીને અપરાધીને ગુનો થઈ શકે.(૨૧.૩૦)

(4:09 pm IST)