Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

જટાવાળા બાબા : તેમના કદથી પણ લાંબી છે જટા

જટા લગભગ ૭ ફૂટ ત્રણ ઇંચ લાંબી છે

નવી દિલ્હી તા. ૧૮ : કયારે માણસ પોતાના ગજબના શોખ અને કારનામાથી પોતાની અલગ જ ઓળક બનાવે છે. આવા જ એક ગજબના શોખનો નજારો જોવા મળ્યો બિહારના મુંગેર જીલ્લાના ઢંગડા ગામમાં.

આ ગામના રહેવાસી સકલદેવ ટૂડ્ડૂ જીને ગામ અને આસપાસના લોકો જટાવાળા બાબા કે મહાત્મા કહીને બોલાવે છે. લગભગ ૫૬ વર્ષના સકલદેવ જીની જટા અદભૂત છે. બાબા પોતાની જટાને એટલી સાચવીને રાખે છે કે, લોકો તેમને જોઈ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. તેમની જટા એટલી લાંબી છે કે, તેને ખુલ્લી રાખીને ચાલી પણ ન શકાય. જીહાં, તમને એ જાણીને નવાઈ લાગશે કે, બાબાના કદ કરતા તેમની જટા લાંબી છે. તેમની જટા લગભગ ૭ ફૂટ ત્રણ ઈંચ લાંબી છે.

વન વિભાગમાં કાર્યરત સકલદેવ ટૂડ્ડૂ જીને બાળપણથી જ લાંબા વાળ રાખવાનો શોખ હતો અને આજે તેમનો આ શોખ તેમની ઓળખ બની ગયો છે. બીજી બાજુ કિસ્મતને પણ આજ મંજૂર હતું. તેથી લગભગ ૨૨ વર્ષની ઉંમરમાં એક વખત થોડા સમય માટે તેમણે વાળ ન કપાવ્યા અને પછી એક સવારે તે સવારે ઉઠ્યા તો તેમણે પોતાના વાળમાં ઘણો ફરક જોયો. તેમના વાળમાં આપોઆપ જટા બની ગઈ.

સકલદેવજીના વાળમાં જટા હોવાના સમાચાર જેમ-જેમ ગામમાં ફેલાયા, ગામવાળા તેને ચમત્કાર માનીને જોવા આવવા લાગ્યા. જટાને જોઈ આસ્થા અને વિશ્વાસનો એવો સાગર ઉમટ્યો કે લોકોએ તેમને વાળ ન કપાવવાની સલાહ આપી દીધી, અને પછી આ સિલસિલો શરૂ થઈ ગયો જટા વધારવાનો.

૩૪ વર્ષ વીત્યા બાદ પણ આજે તે જ જટા સકલદેવજીની ઓળખ બની ગઈ છે. સકલદેવજી પોતાની આ અદ્ભૂત જટાને ઈશ્વરની દેન કહે છે અને પરિવાર સાથે-સાથે આખુ ગામ અને આસપાસના લોકો તેમની પાસે આવતા રહે છે. અસાધારણ જટા જોઈ દરેક લોકો આશ્ચર્ય પામે છે. સકલદેવજીની જટા અજબ પણ છે અને ગજબ પણ.

(4:01 pm IST)