Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ભારતનું સરેરાશ તાપમાન વધે તો વરસાદ અને પૂર હાહાકાર મચાવશે

નવી દિલ્હી તા. ૧૮ : વિશ્વમાં પુરને કારણે મૃત્યુ પામનારા લોકોમં ર૦ ટકા પ્રમાણ ભારતીયોનું છે. સરકારી આંકડામાં દર્શાવવામાં આવેલો આ આંકડો વર્લ્ડ બેન્કના અભયાસને વધારે અર્થસભર બનાવે છે એ અભ્યાસમાં પર્યાવરણમાં પરિવર્તનને કારણે ર૦પ૦ સુધીમાં વિશ્વના લગભગ અડધા ભાગનું જીવનધોરણ નીચે ઉતરનાર હોવાનું નોંધવામાં આવ્યું છે.

ભારતના સેન્ટ્રલ વોટર કમિશને ગઇ ૧૯ માર્ચે રાજયસભામાં રજુ કરેલી વિગતો અનુસાર ૧૯પ૩ થી ર૦૧૭ સુધી ૬૪ વર્ષના ગાળામાં સમગ્ર ભારતમાં ભારે વરસાદને કારણે ૧,૦૭,૪૮૭ લોકો મૃત્યુ પામ્યા હતા. આ ૬૪ વર્ષો દરમ્યાન ઉભા પાકને અને લોકોના ઘર તથા સાર્વજનીક, માળખાકીય સુવિધાઓને ૩,૬પ,૮૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

નુકસાનનું પ્રમાણ હાલના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) ના ૩ ટકા જેટલું થાય છે. આ વર્ષે મોન્સુનમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ ભારતના મેન્ગલોર, મુંબઇ અને જુનાગઢ શહેરોમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. પ૮ ગામડામાં ૩૦ જણ પુરના પાણીમાં તણાઇ ગયા છે.

સાઉથ એશિયામાં ઉષ્ણતામાન વધવા જેવી સમસ્યાઓને પગલે વારંવાર પુર આવવા, પાણીની વધતી ડિમાન્ડ અને ગરમી સંબંધિત બીમારીઓ વધવાની આગાહિ ર૮ જુને બહાર પાડવામાં આવેલા વર્લ્ડ બેન્કના અભ્યાસમાં કરવામાં આવી છે આવતા ૧૦૦ વર્ષમાં કુલ અંદાજિત પાંચ કરોડની આસપાસ વસ્તી. ધરાવતા સાઉથ એશિયાનાં કલકતા, મુંબઇ, ઢાકા અને કરાચીનાં શહેરો પર પુરનુ જોખમ વધારે છે. પર્યાવરણમાં પરિવર્તન કલાયમેટ ચેન્જના દુષ્યરિણામોનો ભોગ બની શકે એવા દેશોમાં ભારત મોખરે છે.  ભારતમાં પુર આવવાનું પ્રમાણ વધ્યું છે. અને ચોમાસા દરમ્યાન વરસાદ પડવાના દિવસો વચ્ચે અંતરમાં ઘટાડો થયો છે.

ભારતના વાતાવરણનું સરેરાશ ઉષ્ણતામાન વધશે તો ભારે વરસાદ અને પુરની સ્થિતિ વણસવાની શકયતા છે.

(3:46 pm IST)