Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કયાં, કેવું ખાવાનું મળે છે એના આધારે ત્યાં ફરવા જવું કે નહીં એ નક્કી કરે છે ભારતીયો

નવીદિલ્હી,તા.૧૮: ટૂરિસ્ટો વિશે રિસર્ચ કરતી ટેસ્ટ ઓફ ટ્રાવેલના સંશોધન પ્રમાણે ૬૭ ટકા ભારતીય પ્રવાસપ્રેમીઓ તેમના પ્રવાસનાં સ્થળો ખાદ્ય પદાર્થોના આધારે નક્કી કરે છે. ૨૦૧૮માં ૪૯ ટકા ભારતીય પ્રવાસીઓએ ફકત પ્રવાસના સ્થળના ખાદ્ય પદાર્થોને ધ્યાનમાં રાખીને એટલે કે ફૂડ ટૂરિઝમ ટ્રિપ પ્લાન કરી હોવાનું એના ગ્લોબલ રિસર્ચમાં જાણવા મળ્યું હતું.

ટેસ્ટ ઓફ ટ્રાવેલ રિસર્ચ ૩૦ જુદા- જુદા માર્કેટ્સમાં ૫૬,૭૨૭ લોકોમાં કરવામાં આવ્યું હતું. સંશોધનનાં પરિણામોમાં ફકત ભારતના પ્રવાસીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતના સંદર્ભનાં તારણો ૨૦૨૩ લોકોના મત પર આધારિત હતા. ૨૦૧૭ના વર્ષથી વધારે ઉંમરના લોકોનોએ ૨૦૧૩ જણમાં સમાવેશ હતો. વર્ષથી વધારે ઉંમરના લોકોનોએ ૨૦૧૩ જણમાં સમાવેશ હતો. સ્ટ્રીટ ફૂડ માટે પ્રવાસનાં સ્થળો તરીકે પસંદગીમાં કલકત્તા, અમ્રિતસર, અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્હી મોખરે હતાં.

(3:34 pm IST)