Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

બજારમાં તેજી : સેંસેક્સમાં ૧૩૦ પોઇન્ટ સુધી સુધારો

શેરબજારમાં દિવસ દરમિયાન તેજી રહી શકે છે : નિફ્ટી ૫૧ પોઇન્ટ ઉછળી ૧૧૦૫૯ની સપાટી પર રહ્યો

નવી દિલ્હી,તા. ૧૮ : શેરબજારમાં આજે સવારના કારોબારમાં તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૩૦ પોઇન્ટ ઉછળીને ૩૬૬૪૯ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૧ પોઇન્ટ ઉછળીને ૧૧૦૫૯ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. શેરબજારમા ંગઇકાલે પણ તેજી જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદથી ઉતારચઢાવના અંતે સેંસેક્સમાં તેજી રહી હતી. મંગળવારના દિવસે સેંસેક્સ ૧૯૬ પોઇન્ટ ઉછળીને ૩૬૫૨૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭૧ પોઇન્ટ ઉછળીને ૧૧૦૦૮ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં આજે તેજી માટે જુદા જુદા પરિબળો જવાબદાર રહ્યા હતા જેમાં પીએનબી સહિત છ બેંકોમાં નાણા ઠાલવવાને લઇને નિર્ણયની આશા જાગી હતી. સેબીઆઈ અને બેંક ઓફ બરોડામાં ઉછાળો નોંધાયો હતો. ૮૦ અબજ રૂપિયાની મૂડી પીએનબી સહિત છ બેંકોમાં ઠાલવવામાં આવનાર છે તેવા અહેવાલથી તેજી જામી હતી. નિરવ મોદી કૌભાંડના પરિણામ સ્વરુપે પીએનબી બેંક હચમચી ઉઠી હતી. સરકાર તરફથી ૮૦ અબજ રૂપિયાની મૂડી ઠાલવવામાં આવનાર છે તેવા અહેવાલથી તેજી જામી છે. હોલસેલ પ્રાઈઝ ઉપર આધારિત ફુગાવાનો આંકડો હાલમાં  જારી કરવામાં આવ્યો હતો. શાકભાજી અને ફ્યુઅલની ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરૂપે જૂન મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઉપર આધારીત ફુગાવો વધીને ૫.૭૭ ટકા સુધી પહોંચી ગયો છે. મે મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ આધારીત ફુગાવો (ડબલ્યુપીઆઈ) ૪.૪૩ ટકા રહ્યો હતો. ગયા વર્ષે જૂન મહિનામાં આ આંકડો ૦.૯૦ ટકા હતો. સરકાર દ્વારા આજે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા માઈક્રો ઈકોનોમિક ડેટા જારી કરવામાં આવ્યા હતા. ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં રહેલા ફુગાવામાં વધારો થયો છે. કંપનીના પરિણામનોને લઇને પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. બજાજ ફાઈનસર્વ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રાના પરિણામ ગુરુવારના દિવસે જાહેર કરાશે. આવી જ રીતે વિપ્રો, બજાજ ઓટો, એમસીએક્સ, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફના પરિણામ ૨૦મી જુલાઈના દિવસે ઘોષિત થશે. આઇપીઓ બજારમાં જોરદાર તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.  ૧૪૦૦૦ કરોડના આઈપીઓને લઇને દલાલસ્ટ્રીટ તૈયાર છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, લોધા ડેવલપર્સ સહિત ઓછામાં ઓછી સાત કંપનીઓ આગામી સપ્તાહમાં મૂડી માર્કેટમાં આઈપીઓ સાથે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સૌથી પહેલા ટીસીએનએસ ક્લોથિંગ દ્વારા ૧૧૨૫ કરોડના આઈપીઓની શરૂઆત કરવામાં આવનાર છે. અન્ય જે છ કંપનીઓ આઈપીઓ લાવવા માટેની તૈયારી કરી ચુકી છે તેમાં લોધા ડેવલપર્સ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નેકાંતિ સી ફુડ્સ, ફ્લેમિંગો ટ્રાવેલ, પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીનિયસ કન્સલટન્સનો સમાવેશ થાય છે. મર્ચંટ બેંકિંગ સોર્સના કહેવા મુજબ આગામી સપ્તાહમાં આ તમામ કંપનીઓ દ્વારા તેમના સંબંધિત આઈપીઓ લાવવામાં આવનાર છે.પ્રવાહી સ્થિતી હોવાના કારણે કારોબારી રોકાણઁના મુડમાં નથી

(12:22 pm IST)