Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

આયુષ્યમાન ભારત યોજના 15 ઓગસ્ટ સુધીમાં અમલી બનાવી દેવાશે: 11 કરોડ હેલ્થ કાર્ડ અપાશે:

ન્યુ દિલ્હી:મેડિકલ ઈન્સ્યુરન્સ સ્કીમ સાથે જોડાયેલી કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના આગામી 15 ઓગસ્ટ સુધીમાં ચાલુ થઇ જશે તેવું તાજેતરમાં આ યોજનાના સી.ઈ.ઓ.ઇન્દુ ભૂષણએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

 તેમણે ઉમેર્યું હતું કે આ યોજનાના અમલીકરણ માટે આયુષ્યમાન સપ્તાહ ઉજવાશે.સતત 24 કલાક કોલ સેન્ટર ચાલુ રહેશે.લોકોના આરોગ્યને લગતા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરાશે લોકોને અપાનારા ફેમિલી કાર્ડ સાથે અપાનારા પત્રમાં પરિવારના લાભાર્થી સભ્યોના નામ લખાશે.તેમજ યોજના વિશેની માહિતી લખાશે.

 

(12:14 pm IST)