Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ગ્રેટર નોઈડામાં બે ઇમારત ધરાશયી ;કાટમાળમાંથી ત્રણ મૃતદેહ બહાર કઢાયા

એક ઇમારત નિર્માણાધીન અને બીજી બિલ્ડિંગમાં રહેતા સેંકડો લોકો કાટમાળ દટાયા :રાહત બચાવ કાર્ય ચાલુ

ઉત્તર પ્રદેશનાં ગ્રેટર નોઈડાના શાહબેરી ગામમાં ગતરાત્રે બે બહુમાળીય ઈમારત ધરાશાયી થતા કાટમાળમાં 30થી વધારે લોકો દબાયા હોવાની આશંકા છે. જ્યારે મોડી રાતે ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા બંને ઈમારતો 6 માળની હતી.એક ઈમારતનું કંસ્ટ્રક્શન ચાલતું હતું જ્યારે બીજી ઈમારતમાં અમુક પરિવારો રહેતા હતા. કંસ્ટ્રક્શન થતાં બિલ્ડિંગમાં પણ અમુક મજૂરો તેમના પરિવાર સાથે રહેતા હતા.

  ઘટનાને પગલે સ્થાનિક તંત્રમાં દોડધામ મચી હતી. જ્યારે એનડીઆરએફ, આઈટીબીપી અને જિલ્લા પ્રશાસનની ટીમ રાહત- બચાવમાં જોડાઈ છે. દબાયેલા લોકોને શોધવા માટે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. આ વિસ્તારમાં સાંકડી ગલીઓ હોવાના કારણે જેસીબી જેવા વાહનો અંદર ઘુસી શકતા નથી અને તેથી બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. એનડીઆરએફના 90 કર્મચારીઓ અને સ્થાનિક લોકો હાથેથી કાટમાળ હટાવીને નીચે દબાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

(10:51 am IST)