Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

નવ પૈકીના સાત હતભાગીઓની 'છેલ્લી સેલ્ફી'... હસતાં ચહેરાઓ તસ્વીરમાં સિમીત

 કાર અને ટ્રક અકસ્માતમાં સોની પરિવારોના ૯ લોકો કાળનો કોળીયો બની જતાં પરિવારો વેરણ-છેરણ થઇ ગયા છે.  નવ પૈકીના સાત હતભાગીઓ તસ્વીરમાં જોઇ શકાય છે. ભુજ લાકડીયાથી પરત આવતી વખતે રસ્તામાં એક હોટેલ ખાતે કાર હોલ્ટ થઇ ત્યારે સાગર કલાડીયા (ઉ.૨૪)એ પોતાના મોબાઇલ ફોનમાં સેલ્ફી લીધી હતી, કોઇને કયાં ખબર હતી કે આ તેની અંતિમ સેલ્ફી બની જશે!...તસ્વીરમાં સાગર, તેના પિતા રમેશભાઇ, માતા મીનાબેન, ગ્વાલિયરના રાજેશભાઇ, તેના પત્નિ ભાવનાબેન, વિવેકાનંદનગરના મહેશભાઇ અને તેમના પત્નિ સંગીતાબેન કલાડીયા જોઇ શકાય છે. હસતા ચહેરાઓ હવે તસ્વીરમાં સિમીત થઇને રહી ગયા છે. (૧૪.૭)

(10:35 am IST)