Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ સ્વામી અગ્નિવેશને લમધાર્યા: કપડાં ફાડ્યાં નાખ્યા

ઝારખંડના પાકુડ જિલ્લામાં ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા વિફર્યા

ઝારખંડના પાકુડ જિલ્લામાં ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓએ  સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશને માર મારી તેમનાં કપડાં ફાડી કાઢ્યા હતા. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા સ્વામી અગ્નિવેશનો વિરોધ કરી રહ્યા હતા અને 'અગ્નિવેશ ગો બેક'ની નારેબાજી પણ કરી રહ્યા હતા. યુવા મોરચાનો એવો આરોપ છે કે અગ્નિવેશ ખ્રિસ્તી મિશનરીના ઇશારા પર આદિવાસીઓને ભડકાવવાનું કામ કરી રહ્યા છે.

 

(12:00 am IST)