News of Tuesday, 17th July 2018

મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે વિપક્ષ: 12 વિપક્ષ થયાં તૈયાર

 

નવી દિલ્હી :કોંગ્રેસે કહ્યું કે, તે બુધવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસું સત્રમાં તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સોમવારે વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં સામેલ થયેલ તમામ પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા સહમત થયા છે. તેમણે કહ્યું, કોંગ્રેસનો પ્રયત્ન તમામ વિપક્ષી દળોને સાથે લેવાનો રહેશે.

(12:43 am IST)
  • હાઇકોર્ટમાં માળખાકીય સુવિધાઓ આપવા માટે હાઇકોર્ટ એસોસીએશને ચીફ જસ્ટીસ સમક્ષ રજુઆત કરી access_time 3:44 pm IST

  • ૩૧ ડેમો ઓવરફલો અથવા છલોછલ : અનેક ડેમ હજુ ખાલી : ગાંધીનગર : ૯ મોટાડેમો ઓવરફલો : ૨૨ ડેમો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા : ૨૫ થી ૫૦% પાણી ભરાયુ હોય તેવા ૪૩ ડેમો : ઘણા ડેમો હજુ ખાલી જેવા : નર્મદા ડેમની સપાટી વધતી જાય છે : ૧૧૨ મીટર : મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ધમધમાટ પાણીની આવક : પ્રધાનો અલગ - અલગ વિસ્તારમાં નજર રાખી રહ્યા છે access_time 6:00 pm IST

  • મનાલીમાં વાદળ ફાટયુ : અડધો ડઝન વાહનો દટાયાઃ કુલુ-મનાલી નેશનલ હાઇવે બંધઃ ભારે તબાહીઃ જો કે જાનહાની નથી access_time 4:13 pm IST