Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કોંગ્રેસની નવી કાર્યસમિતિ જાહેર :યુવા અને અનુભવીનું મિશ્રણ ;અનેક દિગ્ગજોને સ્થાન ;કેટલાયના પત્તા કપાયા

હરીશ રાવત, તરૂણ ગોગોઇ અને સિદ્ધારમૈયાને સ્થાન : જનાર્દન દ્રિવેદી, દિગ્વિજય સિંહ, કમલનાથ, સુશીલ શિંદે, મોહન પ્રકાશ, કર્ણ સિંહ અને સીપી જોશીની છુટ્ટી

 

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીની સર્વોચ્ચ નીતિ નિર્ધારણ સંસ્થા કોંગ્રેસ કાર્યસમિતિ (સીડબલ્યૂસી) રચના કરી છે જેમાં યુવા અને અનુભવી વરિષ્ઠ નેતાઓની નવી કાર્યસમિતિમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, તરૂણ ગોગોઇ અને સિદ્ધારમૈયાને પણ શામેલ કરવામાં આવેલ છે.જયારે જનાર્દન દ્રિવેદી, દિગ્વિજય સિંહ, કમલનાથ, સુશીલ શિંદે, મોહન પ્રકાશ, કર્ણ સિંહ અને સીપી જોશીની છુટ્ટી કરી દેવાઈ છે  સીડબલ્યૂસીની પહેલી બેઠક 22 જુલાઇનાં રોજ થશે.

  પાર્ટી મહાસચિવ અશોક ગેહલોતે સભ્યોની યાદી જાહેર કરતા જણાવ્યું કે, કાર્યસમિતિમાં 23 સભ્યો છે કે જેમાં 19 સ્થાયી જ્યારે 9 વિશેષ આમંત્રિત સભ્યોને જગ્યા મળી છે. વિભિન્ન રાજ્યોમાં નિયુક્ત સ્વતંત્ર પ્રભારી સ્થાયી આમંત્રિત સભ્યો હશે અને કાર્યસમિતિનાં પદનાં સભ્ય હશે.

  બીજી બાજુ પાર્ટીનાં પાંચ મુખ્ય સંગઠનો- ઇનટક, સેવા દળ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને એનએસયૂઆઇનાં પ્રમુખ વિશેષ આમંત્રિત સભ્ય હશે. કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યાં બાદ રાહુલે પ્રથમ વાર સીડબલ્યૂસીનું ગઠન કરેલ છે.

    22 જુલાઇની બેઠકમાં રાહુલે દરેક રાજ્ય એકમોનાં અધ્યક્ષો અને રાજ્યોનાં વિધાયક દળ નેતાઓને પણ આમંત્રિત કરેલ છે. પાર્ટી અધ્યક્ષની ચૂંટણી પહેલા કાર્યસમિતિ ભંગ કરી દેવામાં આવી હતી અને પાર્ટીનાં પૂર્ણ અધિવેશન સુધી આને સંચાલન સમિતિમાં બદલી દેવામાં આવી હતી. સીડબલ્યૂસી પાર્ટીનાં દરેક પ્રમુખ મુદ્દાઓ પર સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે. માર્ચમાં પૂર્ણ અધિવેશન હોવાં બાદ કાર્યસમિતિ અસ્તિત્વમાં નથી.

નીતિ નિર્ધારકમાં એકે એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની, મોતીલાલ વોરા, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા અને કુમારી શૈલજા હશે જયારે પૂર્વ મુખ્યમંત્રી પણ કાર્યસમિતિમાં છે જેમાં અશોક ગેહલોત, ઓમાન ચાંડી, તરૂણ ગોગોઇ, સિદ્ધારમૈયા અને હરીશ રાવત. હરીશ રાવતને અસમ મામલાનાં પ્રભારી મહાસચિવ પણ બનાવવામાં આવેલ છે

  .પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ, હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા, હિમાચલનાં પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે, કમલનાથ, મોહન પ્રકાશ, ઓસ્કર ફર્નાન્ડીઝ તથા મોહસિના કિદવઇને કાર્યસમિતિથી બહાર રાખવામાં આવ્યાં.છે  હુડ્ડાનાં દીકરા દીપેંદર સિંહને પણ વિશેષ આમંત્રિત સભ્ય બનાવવામાં આવેલ છે

  .નવા ચહેરામાં મુકુલ વાસનિક, અવિનાશ પાંડે, કે.સી વેણુગોપાલ, દીપક બાબરિયા, તમરાધ્વજ સાહુ, ગૈખંગમ અને અશોક ગેહલોતને શામેલ કરવામાં આવેલ છે.

   કાર્ય સમિતિનાં સ્થાયી આમંત્રિત સભ્યોમાં દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત, પી. ચિદમ્બરમ, જ્યોતિરાદિત્ય સિંધિયા, રણદીપ સુરજેવાલા, બાલાસાહેબ થોરાટ, તારિક હમીદ કારા અને પીસી ચાકો પણ શામેલ છે.

વિભિન્ન રાજ્યોનાં પ્રભારી મહાસચિવ તરીકે જિતેન્દ્ર સિંહ, આરપીએન સિંહ, પીએલ પૂનિયા, આશા કુમારી, રજની પાટિલ, રામચંદ્ર ખૂંટિયા, અનુગ્રહ નારાયણ સિંહ, રાજીવ એસ. સાટવ, શક્તિસિંહ ગોહિલ, ગૌરવ ગોગોઇ અને . ચેલા કુમાર સમિતિનાં સ્થાયી સભ્ય બનાવવામાં આવેલ છે. જો કે તેઓને સમિતિનાં પદનાં સભ્ય બનાવવામાં આવેલ છે.

વિશેષ આમંત્રિત સભ્યમાં કેએચ મુનિયપ્પા, અરૂણ યાદવ, દીપેન્દર હુડ્ડા, જતિન પ્રસાદ, કુલદીપ બિશ્નોઇનો સમાવેશ કર્યો છે .

(12:41 am IST)