Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટ -મોરબી હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં છ લોકો જીવતા ભુંજાઈ ગયા : બે લોકોએ રાજકોટમાં દમ તોડ્યો :રાજકોટના સોની પરિવારમાં અરેરાટી

રાપરમાં સુરાપુરાના દર્શન કરી પરત ફરતા સોની પરિવારને કાળ ભેટી ગયો : છત્તર નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત બાદ કારમાં આગ ભભુકતા છ લોકો ભડથું :ત્રણ લોકોને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા હતા જેમાંથી બે ના મોત

 મોરબી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ટ્રક સાથે કાર અથડાતા કારમાં આગ ભભૂકી ઉઠતા કારમાં સવાર લોકોના બળી જવાથી મોત થયા હતા જયારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં રાજકોટ લવાયેલા બે લોકોના મોત નિપજ્યા છે

મોરબી-રાજકોટ હાઈવે પર છતર નજીક સીએનજી ઈકો કાર ટ્રક સાથે અથડાતા કારમાં આગ લાગી હતી રોડ પર પસાર થઈ રહેલા વાહન ચાલકોએ વાહનો રોકીને કારની અંદરથી લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કાર ચાલક સહિત 6 લોકોના મોત થયા છે.

   ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ કારમાં આગ ભભુકતા લોકો જીવતા ભૂંજાયા હતા અને ત્રણ લોકોને રાજકોટ ખસેડાયા હતા જેમાં ભાવનાબેન રાજેશભાઈ કલાડિયા (,,, 38 0અને રાજેશભાઈ રસિકભાઈ કલાડિયાએ દમ તોડતા મૃત્યુ આંક આઠ થયો છે જયારે ત્રીજા ઘાયલને સિનર્જી હોસ્પિટલે ખસેડાયો છે 

  મળતી માહિતી મુજબ ગ્વાલિયર ખાતે રહેતા સોની ભાવનાબહેન રાજેશભાઈ સલાડીયા પોતાના પતિ સાથે રાજકોટમાં લક્ષ્મીવાડી ખાતે રહેતી પોતાની બહેન મીતાબહેન રમેશભાઈ ઠાકરશીભાઈ કલાડિયાને ત્યાં આવ્યા હતા. સોમવારે સવારે બધા ઇકો કાર ભાડે કરીને કચ્છમાં રાપર નજીક લાકડીયા ગામ ખાતે સુરાપુરાના અષાઢી પાંચમના ઉત્સવના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી તેઓ મંગળવારે પરત ફરતા હતા.

   કારમાં ભાવના બહેન ઉપરાંત બળદેવ ઠાકરશી સલાડીયા (રહે. વાણીયાવાડી), રમેશ ઠાકરશી સલાડીયા, તેમનાં પત્ની મીતાબહેન, તેમનો પુત્ર સાગર (રહે. દેવપરા), મહેશભાઈ, મુકેશભાઈ તેમજ ઇકો કારનો ડ્રાઇવર મળી કુલ નવ લોકો પરત ફરતા હતા

  દરમિયાન રાજકોટમોરબી હાઇવે પર એક ટ્રક સાથે સીએનજી ઇકો કાર અથડાઈ હતી. બાદમાં કાર ધડાકાભેર સળગી ઊઠી હતી. સળગતી કારમાંથી લોકોને બહાર કાઢવા હાઇવે પરની ગાડીઓ થંભી હતી. જોકે ઇકોમાં સવાર લોકોને બહાર કઢાયા તે પૂર્વ કારચાલક સહિત આઠ લોકો કારમાં જીવતા ભુંજાઈ ગયા હતા.રાત્રે હાઇવે પર બનેલી ગમખ્વાર ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી.

(12:50 am IST)