Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

એમેઝોનના સીઇઓ જેફ બોઝેસેએ ઇતિહાસ રચ્યોઃ ૧પ૦ અરબ ડોલરથી વધુની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્‍યક્તિ બન્યા

નવી દિલ્હીઃ દેશ-વિદેશમાં જાણીતી એમેઝોન કંપનીના સીઇઓ જેફ બેઝોસ સૌથી અમીર વ્‍યક્તિ બનીને ઇતિહાસ રચ્યો છે.

જેફ બેઝોસ પાસે કુલ 150 અરબ ડોલરથી વધુની સંપત્તિ છે. જેફ બેઝોસને લોકો એમેઝોનના સંસ્થાપક સીઇઓ તરીકે ઓળખે છે પરંતુ તે વિવિધ 15 કંપનીઓના માલિક છે.

બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઇન્ડેક્ષની યાદીમાં માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પાછળ રહી ગયા છે. જેમની સંપત્તિ 83 મિલિયન ડોલર છે. બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઇન્ડેક્ષ અનુસાર 54 વર્ષિય જેફ બેઝોસ નંબર વન ધન કુબેર બન્યા છે. 

અમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસે પોતાના કેરિયરની શરૂઆત ઓનલાઇન પુસ્તકો વેચવાથી કરી હતી. સૌછી પહેલા આ માટે એમણે જ્યાં ઓફિસ બનાવી એ પહેલા કાર ગેરેજ હતું. જ્યાંથી એમણે આ બિઝનેસ આગળ વધાર્યો હતો. ત્યાર બાદ એમણે એમેઝોનની સ્થાપના કરી. એમેઝોનમાં એમની ભાગીદારી માત્ર 16 ટકા જ છે.

ઉપરાંત એમની પાસે એક અખબાર, રોકેટ કંપની, કૂપન અને ગ્રોસરીની વેબસાઇટ છે. આ બધા વેપારથી તેઓ છેલ્લા એક વર્ષથી દરરોજ 430 કરોડ રૂપિયા કમાઇ રહ્યા છે.

(5:38 pm IST)