Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

૧૯૯૮થી ચાલી આવતી ઇન્‍ટરનેટની યાહુ મેસેન્‍જર સુવિધા આજથી બંધઃ યુઝર્સ હવે યાહુ મેસેન્‍જરમાં ચેટ નહીં કરી શકે

નવી દિલ્હીઃ ૧૯૯૮થી કાર્યરત યાહુની મેસેન્જર સુવિધા આજથી બંધ થઇ છે.

જૂની અને પહેલીવાર ઉપયોગ કરાયેલી વસ્તુઓ ક્યારેય ભુલાય નહીં. આવી જ આપણી ઇન્ટરનેટ સાથે જોડાયેલી 90ના દશકની યાદો છે. આપણામાંથી અનેક એવા લોકો હશે જેમનું પહેલું એકાઉન્ટ યાહૂ ઉપર બનાવ્યું હશે. એ સમયે ચેટિંગ માટેનું એક માત્ર માધ્યમ યાહૂ મસેન્જર હતું. જો તમારી યાદો પણ યાહૂ મેસેન્જર સાથે જોડાયેલી છે તો આ સમાચાર વાંચીને અફસોસ થશે.

1998માં પહેલી વખત જ્યારે લોરી પેજ અને સેરજી બ્રિને પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યા બાદ અલ્ટાવિસ્ટા કંપનીને 1 મિલિયન ડોલરમાં વેચવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેઓ સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીમાં પોતાનો અભ્યાસ પુરો કરી શકે. યાહૂ પણ અલ્ટો વિસ્ટાનો એક ભાગ હતો. ત્યારે એવું ઇચ્છતા હતા કે, લોકો બીજી કોઇ વેબસાઇટ ઉપર જવાના બદલે યાહૂ પર રહે. એટલા માટે સર્ચ એન્જીનની યોજના બંધ કરી દીધી. ત્યારે તેમને ખબર ન્હોતી કે આવનારા દિવસોમાં સર્ચ એન્જીન જ ઇન્ટરનેટનું સૌથી મોટું હથઇયાર હશે. લોરી પેજ અને સેરબી બ્રિનનું એ સ્ટાર્ટ અપ આજે ગૂગલના નામથી આજે ઇન્ટરનેટ ઉપર રાજ કરે છે.

ગત વર્ષ 2016માં વેરિઝોન કમ્યુનિકેશનને વેચાયા પછી યાહૂમાં જૂનું કંઇ જ નથી રહ્યું. યાહૂના જણાવ્યા પ્રમાણે યાહૂ મેસેન્જર બંધ થવાના કારણએ યુઝર્સના આઇડી ઉપર કોઇ અસર નહીં થાય. 17 જુલાઇ પછી યુઝર્સ યાહૂ મેસેન્જરમાં ચેટ નહીં કરી શકે અને આની કોઇપણ સેવાનો ઉપયોગ નહીં કરી શકે. કંપનીએ વધુમાં જણાવ્યું કે, અમારા અનેક પ્રામાણિક ગ્રાહકો છે જેમણે સૌથી પહેલા યાહૂ મેસેન્જરનો ઉપગોય કર્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મેસેન્જર કંપનીની નવી એપ Squirrel ઉપર ડાયરેક્ટ કરવામાં આવશે. યાહૂએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, જો યુઝર્સ કોઇ મેસેન્જરનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેઓ અમારી નવી મેસેન્જિંગ એપનો ઉપયોગ કરી શકે છે. જે Yahoo Squirrelના નામથી ઓળખાય છે. જોકે, અત્યારે મેસેન્જર બીટા વર્જનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

(5:31 pm IST)