Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અમેરિકા અને રશિયા વચ્‍ચેના સંબંધો સુધર્યાઃ ડોનાલ્ડ ટ્રમ્પે દુભાષિયાઓની હાજરીમાં રશિયાના રાષ્‍ટ્રપતિ પુતિન સાથે બે કલાક કરતા પણ વધારે લાંબી બેઠક યોજી

હેલસિંકીઃ અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્‍ટ્રપતિ પુતિન સાથે બે કલાક લાંબી ચાલેલી મંત્રણા બાદ બંને દેશોના વચ્‍ચેના સંબંધો સુધર્યા છે.

તેમણે પુતિનની સાથે ચર્ચા બાદ હેલસિંકીમાં પત્રકારોને કહ્યું કે, અમારા સંબંધ હવેથી પહેલા ક્યારે પણ આટલા ખરાબ નહોતા. જો કે તે આશરે ચાર કલાક પહેલા બદલી ગયા. મારૂ સાચે જ આવું માનવું છે. ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાની સાથે કથિત હસ્તક્ષેપની તપાસને અમેરિકા માટે એક ત્રાસદાયક ઘટના ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમે શાનદાર પ્રચાર કર્યો અને આ જ કારણ છે કે હું રાષ્ટ્રપતિ છું. એખવાર ફરીથી આ આરોપોને ફગાવી રહ્યો છું કે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન પર જીતમાં રશિયાએ હૈકિંગ અને દુશ્પ્રચાર થકી કોઇ મદદ કરી હતી. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિને પોતાનાં ઐતિહાસિક શિખર મંત્રણામાં વિશ્વની બે મોટી પરમાણુ શક્તિઓની વચ્ચે તણાવપુર્ણ સંબંધોમાં નવી શરૂઆતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રશિયાનાં અમેરિકી રાજનીતિમાં હસ્તક્ષેપના આરોપો છતા પુતિનની સાથે વ્યક્તિગત્ત સંબંધ બનાવવા માટે ઇચ્છુક ટ્રમ્પે શિખર વાર્તા પહેલા બંન્ને દેશોના તણાવપુર્ણ સંબંધો માટે પોતાનાં પૂર્વવર્તીઓનું ગાંડપણ જવાબદાર ઠેરવ્યું હતું. 

ટ્રમ્પે દુભાષીયાઓની હાજરીમાં પુતિન સાથે બે કલાક કરતા વધારે સમય સુધી બેઠક યોજી હતી. ત્યાર બાદ બંન્ને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા ટીમોએ પણ તેમાં ભાગ લીધો હતો. બેઠક બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ પત્રકારોને કહ્યુંકે, મને લાગે છે કે આ બધા માટેસારુ, ખુબ જ સારી શરૂઆત છે. પુતિનની સાથે બેઠક કરવાનાં ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાનાં ઘણા બધા લોકો બેચેન હતા કારણ કે તેમને ચિંતા હતી કે ટ્રમ્પ તુનની સાથે કોઇ ખરાબ સોદો ન કરી લે. 

અમેરિકી વિવેચકોએ 2016ની અમેરિકન ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની તપાસમાં 12 રશિયા સૈન્ય એજન્ટાને અભ્યારોપિત કરવામાં આવ્યા બાદથી ટ્રમ્પને હેલસિંકી શિકર મંત્રણા રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે ટ્રમ્પે ટસથી મસત નહોતા થયા અને બેઠક યોજાઇ હતી. ટ્રમ્પે કહ્યું કે, તે બંન્ને દેશોની વચ્ચે અસાધારણ સંબંધોના નિર્માણ મુદ્દે આશાન્વિત છે

(5:28 pm IST)