Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જમ્મુ -કાશ્મીરને લઈને ફરીથી હલચલ : અમિતભાઈ શાહે બોલાવી હાઇલેવલ મીટિંગ : અજીત ડોભાલ સહિતના હાજર

વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી પાક અધિકૃત જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમી પાકિસ્તાનના શર્ણાર્થીઓને રાહત પેકેજ ઝડપી આપવા તાકીદ

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરને લઈને ફરીથી હલચલ શરૂ થઈ ચૂકી છે.  સરકાર જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી કરી રહી હોવાનું મનાય છે,દિલ્હીમાં એક હાઈ લેવલ બેઠક થઈ છે. જેમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ, નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ડાયરેક્ટર અરવિંદ કુમાર, રો ચીફ સામંત કુમાર ગોઇલ અને સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહ પણ હાજર રહ્યા હતા.અમિતભાઈ  શાહે આ બેઠકમાં  પાક અધિકૃત જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમી પાકિસ્તાનના શર્ણાર્થીઓને રાહત પેકેજ ઝડપીમાં ઝડપી આપવામાં આવે.તેવી તાકીદ કરી છે

આ બેઠક પછી કાશ્મીરને લઈને ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અમરનાથ યાત્રાને લઈને પણ ચર્ચા થઈ. પરંતુ સૂત્રોની માનીએ તો કાશ્મીરમાં વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં ચૂંટણી કરાવવાની સંભાવનાઓ ઉપર પણ ચર્ચા થઈ. છે

કેટલાક દિવસ પહેલા જ રિપોર્ટ્સમાં બતાવ્યું હતુ કે, જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારે રાજકીય પાર્ટીઓ સાથે વાતચીત કરી શકે છે. આ દરમિયાન બધા જ રાજકીય પક્ષો સાથે કાશ્મીરમાં ચૂંટણીને લઈને ચર્ચા કરશે. આ સમાચારો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીની બધી જ એજન્સીઓના પ્રમુખો અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સાથે મુલાકાતે અટકળો તેજ વધારી દીધી છે.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઈને સતત અનેક રીતના સમાચાર સામે આવતા રહ્યાં છે. જ્યાં કેન્દ્ર સરકારે દાવો કરી રહી છે કે હવે કાશ્મીરમાં બધુ ઠિક છે અને આર્ટિકલ 370ની અસર વિકાસના રૂપમાં દેખાઈ રહી છે. જ્યારે કાશ્મીરની રાજકીય પાર્ટીઓનું કહેવું છે કે કેન્દ્ર સરકારના પગલાથી જનતા ખુશ નથી. આ નિર્ણય વિરૂદ્ધ કાશ્મીરની તમામ પાર્ટીઓએ ગુપકાર એલાયન્સ બનાવ્યું છે. જે દ્વારા તેઓ આર્ટિકલ 370ને ફરીથી પુન:સ્થાપિત કરવા અને કાશ્મીરના અન્ય મુદ્દાઓને ઉઠાવી રહ્યાં છે.

 
(10:14 pm IST)