Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કોઇ કમી નથી, ભારત સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે, રિપીલ (રદ કરવા)ને છોડીને એક્ટ સબંધિત જોગવાઇ પર કોઇ પણ ખેડૂત યૂનિયન અડધી રાત્રે વાત કરવા તૈયાર છે તો નરેન્દ્રસિંહ તોમર તેમનું સ્વાગત કરશેઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મોદી સરકારનું વલણ સ્પષ્ટ કર્યુ

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાને લઇને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મોદી સરકારનું વલણ સ્પષ્ટ કર્યુ છે. તોમરે કહ્યુ કે નવા કૃષિ કાયદા સબંધિત જોગવાઇ પર કોઇ પણ ખેડૂત સંગઠન સાથે ક્યારેય પણ વાતચીત કરવા તૈયાર છે.

નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ, કોઇ કમી નથી, ભારત સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે. રિપીલ (રદ કરવા)ને છોડીને એક્ટ સબંધિત જોગવાઇ પર કોઇ પણ ખેડૂત યૂનિયન અડધી રાત્રે વાત કરવા તૈયાર છે તો નરેન્દ્રસિંહ તોમર તેમનું સ્વાગત કરશે.

ખેડૂત સંગઠન, ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યુ છે જ્યારે સરકારનું કહેવુ છે કે તે જરૂરત અનુસાર તેમાં સુધાર કરવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકારે કેટલીક વખત સંકેત આપ્યા કે ખેડૂત સંગઠને માત્ર કાયદાને રદ કરવાથી અલગ અન્ય કાયદાકીય બિંદુઓ પર વાત કરવી જોઇએ, ત્યારે વાત આગળ વધી શકે છે.

નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે કહ્યુ કે ખેડૂતોએ સરકાર સાથે ફરી વાતચીત શરૂ કરવા માટે કૃષિ કાયદાને રદ કરવાની માંગની જગ્યાએ ખામીઓને સ્પષ્ટ રીતે જણાવવા વિશે કેટલાક સંકેત આપવા જોઇએ. મહત્વપૂર્ણ છે કે, ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકેતે 29 એપ્રિલે કહ્યુ હતું કે જ્યારે પણ સરકાર ઇચ્છે, ખેડૂત સંગઠન કેન્દ્ર સાથે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદા પર ચર્ચા માટે તૈયાર છે પરંતુ તેમણે વાત પર ભાર આપ્યો કે ચર્ચા કાયદાને રદ કરવા વિશે હોવી જોઇએ.

(5:51 pm IST)