Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસમાં ઘર વાપસી કરનારા મુકુલ રોયનું ધારાસભ્ય પદ છીનવવાના પ્રયાસમાં ભારતીય જનતા પાર્ટી જોડાઇ

કોલકાતા: બંગાળ ચૂંટણી બાદ તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસમાં ઘર વાપસી કરનારા મુકુલ રોયનું ધારાસભ્ય પદ છીનવવાના પ્રયાસમાં ભારતીય જનતા પાર્ટી જોડાઇ ગઇ છે. નંદીગ્રામથી ભાજપના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ મુકુલ રોયને કરીમનગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્યના રૂપમાં અયોગ્ય ઠેરવવાની માંગ કરી છે, જેની માટે અધિકારીએ વિધાનસભા સ્પીકરને એક અરજી આપી છે અને ધારાસભ્યના રૂપમાં તેમણે અયોગ્ય ઠેરવવાની માંગ કરી છે.

પહેલા ભાજપના નેતા સુભેન્દુ અધિકારીએ જણાવ્યુ કે તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભામાંથી મુકુલ રોયને અયોગ્ય ઠેરવવાની પોતાની માંગના સમર્થનમાં કાગળીય કાર્વયાહી પુરી કરી લીધી છે. મુકુલ રોય તાજેતરમાં ભાજપમાંથી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા છે. મુકુલ રોય તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર કૃષ્ણાનગર ઉત્તર બેઠક પરથી જીત્યા હતા અને 11 જૂને તે પરત તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. તે 2017માં મમતા બેનરજીની પાર્ટીને છોડ્યા બાદ ભાજપમાં સામેલ થયા હતા.

જોકે, ભાજપની માંગ પર ટીએમસીએ પલટવાર કર્યો છે અને તૃણમૂલ કોંગ્રેસે તેમને સવાલ કર્યો કે શું અધિકારીએ પોતાના પિતા શિશિર અધિકારીને લોકસભાની સભ્યતામાંથી રાજીનામું આપવા કહ્યુ છે જે પાર્ટી બદલીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. તૃણમૂલના રાજ્ય એકમના મહાસચિવ કૃણાલ ઘોષે કહ્યુ કે કાયદો પોતાનું કામ કરશે પરંતુ સુભેન્દુ અધિકારીને મામલે બોલવાનો કોઇ અધિકાર નથી, તેમણે કહ્યુ કે સુભેન્દુએ આવી માંગ કર્યા પહેલા આઇનો જોવો જોઇએ. શું તેમણે ક્યારેય પોતાના પિતા શિશિર અધિકારીને લોકસભાની સભ્યતા છોડવા માટે કહ્યુ છે, જે તેમણે કાંથી ક્ષેત્રમાંથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા?

કોલકાતા હાઇકોર્ટે વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીને નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી પડકારનારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની અરજી પર સુનાવણી 24 જૂન સુધી સ્થગિત કરી દીધી હતી. મમતા બેનરજીના વકીલે ન્યાયમૂર્તિ કૌશિક ચંદાની પીઠ સામે શુક્રવારે કેસને રજૂ કર્યો હતો. ન્યાયમૂર્તિ ચંદાએ અરજી કરનારના વકીલને ચૂંટણીની અરજીની કોપી પ્રતિવાદીઓને આપવા કહ્યુ અને મામલે આગામી સુનાવણી માટે ગુરૂવારનો દિવસ નક્કી કર્યો છે.

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ પોતાની અરજીમાં ભાજપના ધારાસભ્ય સુભેન્દુ અધિકારી પર જન પ્રતિનિધિ કાયદા, 1951ની કલમ 123 હેઠળ ભ્રષ્ટ આચરણ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનરજીએ અરજીમાં એવો પણ દાવો કર્યો કે મતગણતરીની પ્રક્રિયામાં ગડબડ હતી.

(5:50 pm IST)