Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

તાનાશાહ કિમ જોંગ ઉને અમેરિકાના બિડેન તંત્ર સાથે ટકરાવ માટે સજ્જ રહેવા આદેશ આપ્યા

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાની સરકારને અમેરિકાના બિડેન તંત્ર સાથે ટકરાવ માટે પુરી રીતે તૈયાર રહેવાના આદેશ આપ્યા છે. થોડા દિવસ પહેલા અમેરિકા અને બીજા  દેશોએ ઉત્તરને પોતાના પરમાણુ કાર્યક્રમને છોડી મંત્રણા પર પરત ફરવાનો આગ્રહ કર્યો છે.

  કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ)એ કહ્યુ કે કિમે બિડેનની નવી અમેરિકન સરકારની નીતિના જવાબમાં વાતચીત અને ટકરાવ બન્ને માટે તૈયાર થવાની જરૂરત પર ભાર આપ્યો છે, ખાસ કરીને ટકરાવ માટે પુરી રીતે તૈયાર થવા માટે કહ્યુ છે. કિમે કહ્યુ- સ્વતંત્ર વિકાસ માટે આપણા રાજ્યની ગરિમા અને તેના હિતોની રક્ષા કરવા અને શાંતિપૂર્ણ વાતાવરણ અને આપણા રાજ્યની સુરક્ષાની ગેરંટી આપવા માટે આ રીતની તૈયારી જરૂરી છે. ૧૮-૧૯માં, કિમે પોતાના પરમાણુ હથિયારના ભવિષ્ય પર ચર્ચા કરવા માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉચ્ચ શિખર સમ્મેલનની એક શ્રેણી આયોજિત કરી હતી. ટ્રમ્પ દ્વારા કિમની પોતાની પરમાણુ ક્ષમતાના આંશિક આત્મસમર્પણના બદલામાં વ્યાપક પ્રતિબંધોથી રાહત માટેની માંગને ફગાવ્યા બાદ તેમની અણુ મંત્રણા ભાંગી પડી હતી.

(3:30 pm IST)