Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગાઝા ઉપર એરસ્ટ્રાઇક કરનાર ઇઝરાયલની ટીમમાં રાજકોટ જીલ્લાની નિત્શા પણ સામેલ હતી

નવી દિલ્હીઃ ઇઝરાયલ ડીફેન્સ ફોર્સ (આઇડીએફ)ની જે ટીમે મંગળવારે હમાસ વિરૂધ્ધ ગાઝા એરસ્ટ્રઇકને અંજામ આપેલ તેમાં ગુજરાતી મૂળની નીત્શા મુલીયાશા (૨૦) પણ સામેલ હતી.

રીપોર્ટ મુજબ ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં રહેતી નીત્શા પહેલી ગુજરાતી યુવતી છે. જે આ મામલે ઇઝરાયલી સેનાનો હિસ્સો બનેલ. સૈન્ય તજજ્ઞો દ્વારા આઇડીએફને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સશસ્ત્ર દળ માનવમાં આવે છે. તેલ અવીવ વસેલ નિન્શાનો પરિવાર મૂળરૂપે રાજકોટ જીલ્લાના નાના ગામ કોઠાઝીનો રહેવાસી છે.

પુત્રી ઉપર ગર્વ કરતા નીત્શાના પિતા જીવાભાઇએ જણાવેલ કે સેના સાથે ૨.૫ વર્ષ પુરા થયા બાદ ૫ કે ૧૦ વર્ષના સમયગાળા માટે એક કરાર કરાશે. જેમાં તે એન્જીનિયરીંગ કે પોતાની પસંદગીનો કોર્ષ કરશે. જેનો સંપૂર્ણ ખર્ચ સેના ઉપાડશે.

(3:12 pm IST)