Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગોવા તમામને રસી મુકાયા બાદ જ ખુલશેઃ ૩૦ જુલાઇ પછી પર્યટકોના પ્રવેશ અંગે નિર્ણય

પણજી : ઘણા રાજયોમાં લોકડાઉનમાં ઢીલ બાદ પર્યટકોનો જમાવડો થવા લાગ્યો છે પણ ગોવાના દરવાજા હજુ ખુલ્યા નથી. ગોવા સરકારના નિર્ણય મુજબ ૩૦ જુલાઇ પહેલા સહેલાણીઓને પ્રવેશની અનુમતી નહી અપાય. સરકારે તે પહેલા રાજયના તમામ લોકોના રસીનો એક ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્યુ છે.

મુખ્યમંત્રી સાવંતે ઉપરોકત જાહેરાત ગઇકાલે ફરી હતી. પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલ હિતધારકોને હાલમાં સીએમને આવેદન આપી ગોવામાં પ્રવેશને લઇને સખત નિયમો લાગુ કરવા, પર્યટકો માટે કવોરન્ટાઇન સેન્ટર બનાવવાની માંગ કરેલ. ઇલેકટ્રોનીક ડાન્સ જેવી ઇવેન્ટ જેનાથી સુપર સ્પ્રેડર બનવાની આશંકા છે, તેના ઉપર પ્રતિબંધ લગાવવા અનુરોધ  પણ કરેલ. મુખ્યમંત્રીએ જણાવેલ કે ૩૦ જુલાઇ પછી પર્યટકો અંગે નિર્ણય લેવાશે.

(2:57 pm IST)