Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

તબલીગી જમાત વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ ચેનલ તથા સમાચાર પત્રને દંડ : 2020 ની સાલમાં કોરોના ફેલાવવા બદલ તબલીગી જમાતને જવાબદાર ગણતા સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા : ન્યુઝ બ્રોડકાસ્ટિંગ ઓથોરિટીએ ન્યુઝ 18 કન્નડને 1 લાખ રૂપિયા ,તથા સુવર્ણા ન્યુઝને 50 હજાર રૂપિયાનો દંડ કર્યો : ઈંગ્લીશ ન્યુઝ ચેનલ ટાઈમ્સ નાઉ ને પણ દંડ કરાયો : 23 જૂન સુધીમાં માફી માંગવાનો આદેશ કર્યો

ન્યુદિલ્હી : 2020 ની સાલમાં કોરોનાનાં ફેલાવા માટે તબલીગી જમાતને  જવાબદાર ગણતા  સમાચારો પ્રસિદ્ધ કરી તેના વિષે નફરત ફેલાવવાનું કામ કરવા બદલ  ન્યુઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ  ચેનલ તથા સમાચાર પત્રને દંડ ફટકાર્યો છે. જે મુજબ  ન્યુઝ 18 કન્નડને 1 લાખ રૂપિયા ,તથા સુવર્ણા ન્યુઝને 50 હજાર રૂપિયાનો દંડ કરાયો છે.તેમજ ઈંગ્લીશ ન્યુઝ ચેનલ ટાઈમ્સ નાઉ ને પણ દંડ કરાયો છે.

માર્ચ 2020 માં નિઝામુદીન વિસ્તારમાં મુસ્લિમોના તબલીગી જમાતના અનેક લોકો ભેગા થયા હતા. જેમના કારણે કોરોના ફેલાયો હતો.તેવા સમાચારો ફેલાવી કોમ પ્રત્યે નફરત ફેલાવવાની કોશિષ કરાઈ હોવાનું લાગતા  ન્યુઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ આ ચેનલ તથા સમાચાર પત્રોને દંડ કર્યો છે.તેમજ 23 જૂન સુધીમાં આવા નફરત ફેલાવતા સમાચારો પ્રસિદ્ધ કરવા બદલ માફી માંગવા જણાવ્યું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:39 pm IST)