Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ચીનના ઇશારે થયેલા નવા કાયદાનો ભંગ કરનાર હોંગકોંગના પાંચ સિનિયર પત્રકારોની ધરપકડ

હોંગકોંગની સ્વતંત્રતા માટે શરૂઆતથી જ આ અખબાર લડત ચલાવે છે : માલિકને ૨૦ વર્ષની સજા

હોંગકોંગ તા. ૧૮ : હોંગકોંગમાં સરકારની ટીકા કરતા અખબાર એપલ ડેઈલીના પાંચ એડિટર કક્ષાના પત્રકારો અને એક અધિકારીની પોલીસે ધરપકડ કરી છે. આ અખબાર શરૂઆતથી જ નવા કાયદાની ટીકા કરતું આવ્યું છે. અખબારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે પત્રકારોની ધરપકડ થવા છતાં અમે સત્ય લખવાનું ચાલું રાખીશું.

હોંગકોંગમાં નેશનલ સિકયુરિટીના નામે પહેલી વખત મીડિયાને નિશાન બનાવવામાં આવ્યું હતું. પોલીસે નેશનલ સિકયુરિટીના બહાને સરકારની અને નવા સિકયુરિટી કાયદાની ટીકા કરતાં અખબાર એપલ ડેઈલીના પાંચ ટોચના પત્રકારોની ધરપકડ કરી હતી. તે સિવાય હોંગકોંગથી પ્રસિદ્ઘ થતાં એપલ ડેઈલીના એક સીનિયર િઅધકારીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અખબારે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું એ પ્રમાણે એપલ ડેઈલના ચીફ એડિટર રેયાન લો, અખબારના ડિજિટલ એડિશનના સીઈઓ ચેંગ કિમ અને તે સિવાયની વિશેષ એડિશનના સીનિયર એડિટર્સને જેલમાં બંધ કરી દેવામાં આવ્યાં છે. હોંગકોંગની સરકારે આ અખબારની ૨૩ લાખ ડોલરની સંપત્તિ પણ સીઝ કરી દીધી છે.

પોલીસે કહ્યું હતું કે અખબારે વિદેશી શકિતના ઈશારે ૩૦ લેખો લખ્યા હતા, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ બન્યા હતા. પોલીસે તેને વિદેશી ષડયંત્રનો ભાગ ગણાવીને કાર્યવાહી કરી હતી. આ અખબાર શરૂઆતથી જ હોંગકોંગની સ્વતંત્રતા માટે લડત ચલાવે છે અને હોંગકોંગના પ્રદર્શનકારીઓની માગણીને યોગ્ય ગણાવે છે. હોંગકોંગમાં લાગુ થયેલા નવા સિકયુરિટી કાયદાનો પણ અખબારે ૩૦ લેખો લખીને વિરોધ કર્યો હતો.

એપલ ડેઈલીના સ્થાપક જીમ્મી લે સામે અગાઉથી જ કેસ ચાલ્યો હતો અને તેને ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જિમ્મી ૨૦૧૯થી હોંગકોંગની જેલમાં બંધ છે.

(12:59 pm IST)