Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગઈકાલે ભાવ રાહત બાદ આજે ફરી વધારો

આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો : ૨૭ દિવસમાં ૬.૬૧ રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ

નવી દિલ્હી તા. ૧૮ : ગઈકાલે પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહ્યા બાદ આજે એક વાર ફરી ભાવમાં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએઆજે પેટ્રોલના ભાવમાં ૨૭ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. ડીઝલની કિંમતોમાં ૨૮ પૈસાનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીના બજારમાં પેટ્રોલની કિંમતોવધીને ૯૬.૯૩ પ્રતિ લીટર થઇ ગયો છે. બીજી બાજુ ડીઝલના ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં ડીઝલનો ભાવ ૮૭.૬૯ પ્રતિ લિટરે પહોંચી ગયો છે.

છેલ્લા ૨૭ દિવસોમાં એટલે ૪ મે એ અત્યારસુધીમાંપેટ્રોલની કિંમતોમાં૬.૬૧ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. બીજી બાજુ ડીઝલ પણ ૬.૯૧ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. દિલ્હી, મુંબઈ, કલકતાઅને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત આ મુજબ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૬.૯૩ અને ડીઝલની કિંમત ૮૭.૬૯, મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૩.૦૮ અને ડીઝલની કિંમત ૯૫.૧૪ છે. ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ ૯૮.૧૪ ડીઝલનો ભાવ ૯૨.૩૧ છે. કલકતામાં પેટ્રોલનો ભાવ ૯૬.૮૪ અને ડીઝલનો ભાવ ૯૦.૫૪ છે.

એ પહેલા ગઈ કાલે તેલનાભાવ સ્થિર રહ્યા હતા. જેનાકારણે દિલ્હીના બજારમાં પેટ્રોલનો ભાવ ૯૬.૬૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ આજે પણ ૮૭.૪૧ પ્રતિ લીટર રહ્યો છે.

(10:56 am IST)