Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સ્ટેજ પર જગ્યા ન મળી તો દુલ્હાના ખોળામાં બેસી ગઈ દુલ્હન

નવી દિલ્હી,તા. ૧૮: સ્ટેજ પર રાખેલી ખુરશી પર દુલ્હાની સાથે તેના મિત્રો આવીને બેસી જાય છે અને જયારે દુલ્હનને બેસવા માટે જગ્યા ન મળી તો તે દુલ્હાના ખોળામાં જ જઈને બેસી ગઈ. આ વીડિયો અલવિન ફિલ્મ્સ નામના એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે પોસ્ટ કર્યો છે જે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

ઇન્ડિયન વેડિંગ્સનો રોમાંચ જ અનેરો હોય છે. અહીં લગ્નમાં સુંદર દેખાવથી લઈને લગ્ન થઈ જવા સુધી બધું જ પરફેકટ હોવાની આશા કરવામાં આવે છે. બધાં ઇચ્છે છે કે તેમના લગ્ન કંઇક એ રીતે થાય કે બધાંને હંમેશાં યાદ રહે. એવા જ યાદગાર લગ્નના વીડિયોઝ પણ આપણે દ્યણીવાર સોશિયલ મીડિયા પર જોતા હોઇએ છીએ. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થનારા વીડિયોઝમાં સૌથી વધારે વીડિયો લગ્નના જ હોય છે. તાજેતરમાં એવા જ લગ્નનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જયાં દુલ્હન સ્ટેજ પર દુલ્હાના ખોળામાં આવીને બેસી જાય છે.

હકીકતે વરમાળાના સ્ટેજ પર રાખેલી ખુરશી પર દુલ્હાની સાથે તેના મિત્રો આવીને બેસી જાય છે અને જયારે દુલ્હનને બેસવા માટે જગ્યા ન મળી તો તે દુલ્હાના ખોળામાં જ જઈને બેસી ગઈ. આ વીડિયો અલવિન ફિલ્મ્સ નામના એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે પોસ્ટ કર્યો છે જે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

બીજા સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં પણ દુલ્હને કંઇક એવું જ કર્યું છે. હકીકતે વરમાળાના સ્ટેજ પર દુલ્હન દુલ્હાને મિઠાઇ ખવડાવવા માટે પોતાનો હાથ લંબાવે છે પણ અચકાઇને દુલ્હો મિઠાઇ ખાઇ શકતો નથી તો દુલ્હન ગુસ્સામાં મિઠાઇ ફેંકી દે છે.

વીડિયોમાં દુલ્હન પોતાના દુલ્હાને મિઠાઇ ખવડાવવાનો પ્રયત્ન કરતી દેખાય છે, પણ જયારે તે ખાવાની અચકાય છે અને તેનો હાથ પકડી લે છે તો તે પોતાનું સંયમ ગુમાવી દે છે અને મિઠાઇ તેના પર જ ફેંકી દે છે. સોશિયલ મીડિયા પર આ જોઇને લોકો હસી રહ્યા છે અને કોમેન્ટ સેકશનમાં લગભગ બધાનો એક જ પ્રશ્ન છે કે દુલ્હન ગુસ્સે કેમ થઈ. સ્ટેજ પર દુલ્હન પક્ષના લોકો પણ દુલ્હનના આ વ્યવહારથી આશ્ચર્યમાં દેખાય છે.

(10:22 am IST)