Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ભારતની આક્રમક ઓપનર ૧૭ વર્ષીય શેફાલી વર્મા કારકિર્દીની પ્રથમ ટેસ્ટમેચમાં સદી ચૂકી

શેફાલીએ ૧૫૨ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૯૬ રન ફટકાર્યા

બ્રિસ્ટલ :ભારતની આક્રમક ઓપનર ૧૭ વર્ષીય શેફાલી વર્મા કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં માત્ર ચાર રન માટે સદી ચૂકી ગઈ હતી. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની એકમાત્ર મહિલા ટીમોની ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ૩૯૬ના સ્કોરના જવાબમાં પ્રવાસી ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૧ વિકેટે ૧૬૭ રન કર્યા હતા. શેફાલીએ ૧૫૨ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૯૬ રન ફટકાર્યા હતા અને તે ક્રોસની બોલિંગમાં શૃબ્સોલના હાથે કેચઆઉટ થઈ હતી. સ્મૃતિ મંધાના ૬૬ રને અને પુનમ રાઉત ૦ રને ક્રિઝ પર હતા.

અગાઉ ઈંગ્લેન્ડની મહિલા ટીમ તરફથી અનુક્રમે વિનફિલ્ડ-હિલે ૩૫, બેઉમોન્ટે ૬૬, હેથર નાઈટે ૯૫, સ્ચિવરે ૪૨, જોન્સે ૧, ડંક્લેએ ૭૪*, એલ્વિસે ૫, બ્રન્ટે ૮, એક્લેસ્ટોને ૧૭ અને શૃબસોલે ૪૭ (૩૩ બોલ) રન કર્યા હતા. ઈંગ્લેન્ડે બીજા દિવસે તેની પ્રથમ ઈનિંગ ૯ વિકેટે ૩૯૬ રને ડિકલેર કરી હતી. ભારત તરફથી સ્નેહ રાણાએ ૧૩૧ રનમાં ચાર, દીપ્તી શર્માએ ૬૬ રનમાં ત્રણ અને ઝુલન ગોસ્વામી-પૂજા વસ્ત્રાકરે ૧-૧ વિકેટ ઝડપી હતી.

(12:17 am IST)