Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સલામતી સલાહકારે વિસ્ફોટ સર્જ્યો : પ્રમુખપદની ચૂંટણી ફરી જીતવા ચીની પ્રમુખ શી જિનપિંગની મદદ માંગેલ : ખળભળાટ

નવી દિલ્હી : અમેરિકી પ્રમુખના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સલામતી સલાહકાર જ્હોન બોલ્ટને તેના નવીનતમ પુસ્તક 'ધ રૂમ વ્હેર ઈટ હેપન્ડ 'માં આ વિસ્ફોટ કર્યો છે પોલીસી બાબતે મતભેદો સર્જાતા ટ્રમ્પએ તેમના લાંબા સમયના વિદેશનીતિના માહેર એવા બોલ્ટનને તેના પદેથી તગેડી મુકેલ ,

  બોલ્ટને લખેલ કે ટ્રમ્પએ તેમના મનગમતા સરમુખત્યારો પ્રત્યે પર્સનલ ફેવર કરી તેમના વિરુદ્ધની ફોજદારી તપાસ થંભાવી દવા ઈચ્છા દર્શાવેલ,

  પડદા પાછળની કથનીઓ જાહેર કરતા જ્હોન બોલ્ટને ટ્રમ્પના અનેક કારનામા જાહેર કર્યા હતા જેમાં આગામી પ્રમુખપદ શી જિનપિંગની ચૂંટણી જીતવા ચીની રાષ્ટ્રપ્રમુખની મદદ લેવાનું પણ સામેલ છે

 આ બુકના અંશો ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગટન પોસ્ટમાં પ્રસિદ્ધ થયા છે,ટ્રમ્પ તંત્રે આ પુસ્તકને પ્રસિદ્ધ થતું અટકાવવા દાવો કરી કહ્યું છે કે રાષ્ટ્રીય હિતો જોખમાય તેવી સંવેદનશીલ બાબતો આ પુસ્તકમાં સામેલ કરાયેલ છે

  ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂઘ્ધનો ઠરાવ રિપબ્લિકનોની બહુમતિવાળી સેનેટે ફગાવી દીધેલ જેમાં ટ્રમ્પ સામે એવો આરોપ મુકાયેલ કે ટ્રમ્પના હરીફ ડેમોક્રેટિક પક્ષના જો બ્રીડેન ( જે આ વખતે પણ ટ્રંપની સામે છે ) ને નુકશાન કરે તેવી માહિતી પુરી પાડવા,યુક્રેનની નવી ચૂંટાયેલ વોલોડિમ ઝેલેન્સકી સરકારનું નાક દબાવવા, યુક્રેનને આપતી લશ્કરી સહાય ગયા વર્ષે અટકાવી દીધેલ,

  વોલ સ્ટ્રીટ જર્નલમાં બુકના પ્રગટ થયેલા અંશો મુજબ જો ટ્રમ્પ સામેના ઇમ્પીચમેન્ટ ઠરાવ ઉપર વ્યવસ્થિત તપાસ હાથ ધારી હોત તો ટ્રમ્પની સમગ્ર વિદેશ નીતિ અને જે કઈ બહાર આવત તેનાથી સ્થિતિ જુદી જ સર્જાઈ હોત

(9:25 pm IST)