Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

'વન નેશન વન ઈલેક્શન' મામલે પીએમ મોદીએ બોલાવેલ બેઠકમાં ભાગ લેવા મમતા બેનર્જીએ કર્યો ઇન્કાર:કહ્યું લાંબી ચર્ચા થવી જોઈએ

પત્ર લખીને મમતાએ કહ્યું તમામ રાજકીય પાર્ટીઓને શ્વેતપત્ર આપીને પોતાના વિચાર પ્રગટ કરવા માટે પુરતો સમય આપવો જોઈએ

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી ફરીવાર કેન્દ્ર સરકાર સામે શીંગડા ભરાવ્યા છે વડાપ્રધાન મોદી દ્વારા બોલાવાયેલ તમામ પાર્ટીના અધ્યક્ષોની બેઠકના નિમંત્રણનો અસ્વિકાર કર્યો છે મમતા બેનરજીએ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને પત્ર લખીને બેઠકમાં ભાગ લેવાથી ઇન્કાર કરી દીધો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે વન નેશન, વન ઇલેક્શનના મુદ્દા ઉપર ઘણી લાંબી ચર્ચા કરવી જોઈએ.

  મમતા બેનરજીએ સલાહ આપતા કહ્યું હતું કે વિષય ઉપર સંક્ષિપ્ત નોટિસ ઉપર વ્યક્તિગત રુપથી બોલાવવાના બદલે બધી રાજનીતિક પાર્ટીઓને શ્વેતપત્ર આપીને પોતાના વિચાર પ્રગટ કરવા માટે પુરતો સમય આપવો જોઈએ. જોકે તેમણે પૃષ્ટી કરી છે કે તેમની પાર્ટી સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ અને મહાત્મા ગાંધીની 150મી જયંતી સમારોહમાં ભાગ લેશે

   અત્રે ઉલ્લેખનીય છે કે તૃણમુલ કોંગ્રેસે આવું પગલું ભર્યું હોય તેવી પ્રથમ ઘટના નથી. પહેલા 15મી જૂને પીએમ મોદી દ્વારા બોલાવેલી નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કર્યો હતો. પીએમ મોદીને આપેલા જવાબમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે તથ્યોને જોતા કે નીતિ આયોગ પાસે વિત્તીય શક્તિઓ નથી અને તે રાજ્યોની યોજનાનું સમર્થન કરી શકતું નથી. મારા માટે આવી કોઈ પણ બેઠકમાં સામેલ થવું નકામું છે, જેમની પાસે વિત્તીય શક્તિઓ નથી.

પહેલા મમતા બેનરજીએ પ્રધાનમંત્રી અને કેબિનેટ મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં પણ ભાગ લેવાની ના પાડી હતી.

 

(11:06 pm IST)