Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ભ્રષ્ટ્રાચાર સામે તવાઈ :મોદી સરકારે 15 ઓફિસરોને પાણીચું પકડાવ્યું :સિનિયર અધિકારીઓને ફરજીયાત નિવૃત કરી દીધા

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શલ્ક બોર્ડે 15 અધિકારીઓને જબરદસ્તીથી રિટાયરમેન્ટ પર મોકલી આપ્યા

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ઑફિસર્સને હટાવ્યા બાદ  મોદી સરકારે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શલ્ક બોર્ડે 15 અધિકારીઓને જબરદસ્તીથી રિટાયરમેન્ટ પર મોકલી આપ્યા છે. સરકારે નિયમ 56નો ઉપયોગ કરી તેમને હટાવવાનો ફેસલો લીધો છે. જેમાંથી એક પ્રધાન આયુક્ત છે.

  તમામ લોકો પર ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના આરોપ છે. નાણા મંત્રાલયના આદેશ મુજબ સીબીઆઈસીના અધિકારીઓને પ્રધાન આયુક્ત અને સહાયક આયુક્તના રેંકથી હટાવી દીધા છે.

  નાણામંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે જબરદસ્તી રિટાયર કરવામાં આવેલ ઑફિસર્સ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીએ કેસ નોંધ્યા છે. બાકી ઑફિસર્સ વિરુદ્ધ લાંચ, આવકથી વધુ સંપત્તિ રાખવા જેવા મામલા છે. બરતરફ કરાયેલ લોકોમાં મુખ્ય કમિશનર અનુપ શ્રીવાસ્તવ પણ સામેલ છે. અનુપ દિલ્હીમાં કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડમાં પ્રિંસિપલ એડીજીના પદ પર કાર્યરત છે. તેમના ઉપરાંત નલિન કુમાર જે જોઈન્ટ કમિશનરના પદ પર તહેનાત છે, તેમને પણ બરતરફ કરવામાં આવ્યા છે. સીબીઆઈએ તેમના પર 1996માં અપરાધિક કેસ નોંધ્યો હતો.

   સીબીઆઈએ અનુપ શ્રીવાસ્તવ વિરુદ્ધ નોંધાયેલ કેસમાં કહ્યું કે તેમણે એક હાઉસિંગ સોસાયટીની મદદ કરી હતી. જમીન રીદવા માટે ગેરકાયદેસર રીતે એનઓસી લેવાની કોશિશ કરી રહ્યા હતા. સીબીઆઈએ તેમની વિરુદ્ધ એક કેસ વર્ષ 2012માં નોંધ્યો હતો. તેમના ઉપર લાંચ સહિત ઉત્પીડન, ખોટી ધરપકડ કરાવી હોવાની અને જબરદસ્તીથી વસૂલી કરી હોવાની ફરિયાદ પણ છે. જ્યારે જોઈન્ટ કમિશનર લિન કુમાર વિરુદ્ધ છેતરપિંડી અને ગેરકાયદેસર રીતે સંપત્તિની અનુમતિ આપવા સંબંધિત મામલા સીબીઆઈએ નોંધ્યા છે. તેમને પણ મંગળવારે તેમની સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા

કોલકાતામાં કમિશ્નર સંસાર ચંદ પર રિશ્વતખોરીનો આરોપ છે. જ્યારે ચેન્નઈના કમિશ્નર જી શ્રી હર્ષા પર 2.24 કરોડ રૂપિયની આવકથી વધુ સંપત્તિનો મામલો છે. તેમને પણ બરતરફ કરી દેવામાં આવ્યા છે. બે કમિશ્નર રેંકના અધિકારી અતુલ દીક્ષિત અને વિનય બ્રજ સિંહ, પહેલેથી સસ્પેન્ડેડ હતા. તેમને પણ સરકારે સેવામાંથી બર્ખાસ્ત કરી દીધા છે. ઉપરાંત સીબીઆઈથી બર્ખાસ્ત ઑફિસર્સમાં એડિશનલ કમિશ્નર અશોક મહિદા, એડિશ્નલ કમિશ્નર વીરેન્દ્ર અગ્રવાલ સામેલ છે. બાકી 15 રિટાયર કરેલ અધિકારીઓમાં સાયક કમિશ્નર એસએસ પબાના, એસએસ બિષ્ટ, વિનોદ સંગા, રાજૂ સેકર, મોહમ્મદ અલ્તાફ અને કમિશ્નર અશોક અસવાલ. તમામને તેમની ઈચ્છા વિરુદ્ધ રિટાયર કરી દેવામાં આવ્યા છે

(11:59 pm IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ચારેકોર વરસાદના વાવડ : રાજકોટ-ગીરજંગલ-ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વરસાદ પડી રહયાનું -સવારે પડી ગયાનું જાણવા મળે છે. ઉ.ગુજરાતમાં અને કચ્છમાં પણ સારા વરસાદના વાવડ છે. બનાસકાંઠા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહયો છે. : પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડામાં વરસાદ વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રાજુલા જુની માંડરડી આગરીયા, કોટડી, ધારેશ્વરમાં વરસાદ જાફરાબાદના લોર, પીછડી, એભલવડ, માણસામાં વરસાદ : લાઠીમાં પણ ધીમીધારે વરસાદ પાટણમાં પણ વાતાવરણમાં પલટો access_time 1:05 pm IST

  • વાવાઝોડાનો ભય ટળતા કંડલા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો ઉપરથી ભયજનક સિગ્નલ દૂર કરાયા : વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે અને પવન પણ મંદ પડયો છે ત્યારે કચ્છના કંડલા, મુંદ્રા સહિત સૌરાષ્ટ્રના દરીયા કિનારા ઉપર ભયજનક સિગ્નલ દૂર કરી દેવામાં આવ્યુ છે અને તમામ કામગીરી પૂર્વવત થઈ રહી છે access_time 1:36 pm IST

  • સુરતમાં હોટલના માલીકની મોટી બેદરકારીના કારણે બે કર્મચારીના મોતઃ હોટલની અગાસી ઉપર બનાવેલા રૂમ પરથી નીચે ઉતરતા સમયે ચાર કર્મચારીઓને કરંટ લાગ્યોઃ બે કર્મચારીના મોતઃ એકની હાલત ગંભીર, સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડયા access_time 11:28 am IST