Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સૈનિટરી પેડમાં ડ્રગ્સ છૂપાવી લઇ જઇ રહેલ મહિલાની બેંગ્લુરુ વિમાન મથક પર ધરપકડ

         નારકોટીકસ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) ના અધિકારીઓએ સેનિટરી પેડની અંદર ડ્રગ્સ છુપાવી બેંગ્લુરુથી દોહા ( કતાર )  લઇ જઇ રહેલ મહિલાની બૈંગ્લૂરૂ એરપોર્ટ પર ધરપકડ કરી છે. સેનિટરી પેડની અંદર પ૧૦ ગ્રામ મેથામફેટોમાઇન અને પ૭ર લાઇરીકા કેપ્સુલ ડ્રગ્સને છુપાવવામા આવેલ. આ મામલામા પ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(10:47 pm IST)