Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મોસ્કોમાં પત્રકારની ધરપકડના વિરોધમાં રેલીઃ સેંકડો લોકોએ કરી નારાબાજી

મોસ્કો તા. ૧૮: ઇન્વેસ્ટીગેટીવ પત્રકાર ઇવાન ગોલુનોવની ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરીને સત્તાનો દુરૂપયોગ કરવા સામે સરકારી પરવાનગી સાથેની રેલીમાં સેંકડો લોકો જોડાયા હતા.

પત્રકાર યુનિયન દ્વારા આયોજીત ૧૬મી જૂને થયેલી આ રેલીમાં સેંકડો લોકો જોડાયા હતા. ૩૬ વર્ષનો પત્રકાર ગોલુનોવ મોસ્કોના અધિકારીઓની લાંચના કેસ બહાર લાવવા માટે વિખ્યાત છે. લાંચિયા પોલિસ અધિકારીઓએ તેના પર ખોટો કેસ કર્યો હોવાના નારાઓ તેના ટેકેદારોએ લગાવ્યા હતા.

તેને છોડી મુકયાના બીજા દિવસે પણ એક રેલી પરવાનગી વગર યોજાઇ હતી. જેમાં પ૦૦ લોકોની ધરપકડ કમરવામાં આવી હતી જેમાં વિરોધ પક્ષના રાજકારણી એલેક્ષી નવાલ્નીનો પણ સમાવેશ થાય છે.

પણ રવિવારની રેલીને પરવાનગી આપવામાં આવી હતી જેનાથી એવું લાગે છે કે પુતિન સરકાર લોકોનો ગુસ્સો ઠંડો પાડવાના પ્રયત્ન કરી રહી છે.

રશીયન યુનિયન ઓફ જર્નાલીસ્ટ દ્વારા આયોજીત આ રેલીને ''જસ્ટીસ એન્ડ ફેરનેસ ટલુ એવરી વન'' નામ અપાયું હતું. રોઇટર પ્રમાણે તેમાં સેંકડો માણસોએ ભાગ લીધો હતો જયારે પોલિસ આ રેલીમાં ૧૬૦૦ લોકોએ ભાગ લીધો હતો.

રેલીમાં એવા બેનરો પણ હતા કે ગોલુનોવ તો છુટી ગયો પણ બીજા પત્રકારોનું શું? જોકે પુતીન સરકારે આ કેસ સાથે સંકળાયેલા પોલિસ જનરલને છુટા કરી દીધા છે જયારે અન્ય અધિકારીઓને તપાસ પુરી થાય ત્યાં સુધી સસ્પેન્ડ કર્યા છે.

(3:39 pm IST)