Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

શું ઝાંસીની રાણી લક્ષ્મીબાઇને અંગ્રેજ સાથે પ્રેમ હતો?

૧૮ જુન ૧૮પ૮ના રોજ થયું હતું નિધન : તેમના જીવન સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે

નવી દિલ્હી, તા. ૧૮ : ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું આજના દિવસે જ ૧૮૫૮ના નિધન થયું હતું. તેમના જીવન ઈતિહાસની સાથે જ દંતકથાઓ પણ જોડાયેલી છે. હકિકતમાં તેઓ સ્વતંત્રતા સંગ્રામની પહેલી નાયિકા હતી, એવા સમયમાં જયારે પુરુષોનું વર્ચસ્વવાળો સમાજ હતો, ત્યારે કોઈ રાણી કે મહિલાનું રણભૂમિમાં કૂદી પડવું સ્વાભાવિક વાત તો નથી. લક્ષ્મીબાઈના વ્યકિતત્વએ માત્ર ઈતિહાસકારો નહીં સમાજની દરેક ધારાના બુદ્ઘિજીવીઓને આકર્ષિત કર્યા, પછી તે લેખક હોય કે પછી ફિલ્મકાર કે નાટ્યકાર. તમામ કલાકારોએ પોતાના માધ્યમના હિસાબથી કહાણી કહેવા માટે હકીકતની સાથે કલ્પનાનું મિશ્રણ કર્યુ.

આવો જ એક પ્રસંગ થોડા સમય પહેલા આવ્યો, જયારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ શ્નજ્રાદ્બક્રઙ્ગજીડદ્બક્રઙ્ગક્નલૃદ્ગક્ન શૂટિંગને લઈને રાજસ્થાનની સર્વ બ્રાહ્મણ મહાસભાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનો આરોપ હતો કે ફિલ્મ શૂટિંગ દરમિયાન રાણીના એક અંગ્રેજ એજન્ટથી પ્રેમ સંબંધોને દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં બ્રાહ્મણ મહાસભાનો ગુસ્સો જયશ્રી મિશ્રાની પુસ્તક શ્નજીક્નદ્બકલૃદ્ગચ લઈને હતો, જેમાં આ પ્રકારના પ્રસંગોનો ઉલ્લેખ હતો. પરંતુ, આ એકમાત્ર પુસ્તક નથી, જેમાં રાણી વિશે આવું લખવામાં આવ્યું હોય. બે અન્ય પુસ્તકોમાં પણ આવો ઉલ્લેખ મળે છે.

શું ખરેખર રાણીનું અફેર હતું?

આ સવાલનો જવાબ આપવા માટે ઈતિહાસની સાથે ચેડા ન કરવા જોઈએ. જયશ્રી મિશ્રાએ પોતાના પુસ્તક રાણીમાં લક્ષ્મીબાઈ અને તેમના તત્કાલીન રાજકીય એજન્ટ રોબર્ટ એલિસની વચ્ચે અફેરનો ઉલ્લેખ છે. જોકે, તેઓએ સ્પષ્ટ કર્યું કે તેમનું પુસ્તક ઐતિહાસિક ફિકશન અને પ્રેમ કથા છે, જેનાથી ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.

આ પ્રકારના બે પુસ્તકોમાં પણ આ પ્રકારના ઉલ્લેખ મળે છે. ડેનમાર્કના લેખક અને ઐતિહાસિક નોવેલિસ્ટ પ્રિન્સ માઇકલે પણ રાણી પર પુસ્તક લખીને પ્રેમ સંબંધોની વાત કરી. જોકે, તેઓએ પણ કહ્યું કે, પુસ્તક તથ્યો અને ફિકશનનું મિશ્રણ છે. આ ઉપરાંત, મહાશ્વેતા દેવીના પુસ્તક ઝાંસીની રાણીમાં પણ રાણીના પ્રેમ પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 અફેરની વાતોમાં કેટલું સાચું છે? તે ઈતિહાસ અને ફિકશનની વચ્ચેનો મુદ્દો છે પરંતુ ઈતિહાસના હવાલાથી એ ચોક્કસ કહી શકાય કે તે સમયે અંગ્રેજ અધિકારી રાણી લક્ષ્મીબાઈના સૌંદર્ય અને વ્યકિતત્વથી પ્રભાવિત હતા. પહેલા સ્વાધીનતા સંગ્રામ દરમિયાન રાણી લક્ષ્મીબાઈની સેનાનો મુકાબલો કરનારા સર હ્યૂજ રોજે બાદમાં પોતાની ડાયરીમાં લખ્યું, રાણી ખરેખર ખૂબ બહાદુર, બુદ્ઘિમાન અને કુશળ પ્રશાસક હતી. જોકે, તેમના ચહેરા પર શીતળાના નિશાન હતા પરંતુ તેમની આંખો અને બાંધો ખૂબ સુંદર હતો. અમારી સેનાના અનેક અધિકારી તેમની સુંદરતાથી પ્રભાવિત હતા.

આ ઉપરાંત, ભારતમાં તત્કાલીન વાયસરોય લોર્ડ કેનિંગે પોતાના દસ્તાવેજો, ક્રિસ્ટોફર હિબર્ટે પોતાના પુસ્તક ધ ગ્રેટ મ્યુટિની ઓફ ઈન્ડિયા ૅં ૧૮૫૭, બ્રિટનના વકીલ જોન લાંગે પોતાના પુસ્તક વોન્ડરિન્ગ્સ ઈન ઈન્ડિયા (૧૮૫૯)માં રાણી લક્ષ્મીબાઈની સુંદરતાનો ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખ કેવી રીતે કયા શબ્દોમાં કરવામાં આવ્યો છે અને શું અંગ્રેજ અધિકારી ખરેખર રાણીના સોંદર્યના મોહમાં હતા?

(3:35 pm IST)