Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જસ્ટ ૩૦ સેકન્ડમાં ઝાડ પર ચડી જાય એવી બાઇક

બેંગ્લોર તા. ૧૮: નારિયેળ અને સોપારીનાં ઊંચાં વૃક્ષો પરથી ફળો તોડવા માટે ઝાડ પર ચડવાનું બહુ મુશ્કેલ હોય છે. તાલીમ લઇને ઝાડ પર ચડવાની પ્રેકિટસ કરતા લોકોની ડિમાન્ડ પણ ઘણી મોટી હોય છે. જોકે કર્ણાટકના એક ખેડૂતે જાતે જ નારિયેળી પર ચડી શકાય એવી બાઇક બનાવી છે. મોટા ભાગે સાઉથના વિસ્તારોમાં જે મશીન હોય છે એ ગરગરડી જેવું હોય છે જે નીચે ઉભેલા માણસો દ્વારા ઓપરેટ થાય છે. જોકે મેન્ગલોરમાં રહેતા ગણપતિ નામના ખેડૂતે પેટ્રોલથી ચાલતી લિટરલી મિની બાઇક જ તૈયાર કરી છે જેમાં કોઇ વ્યકિત એકલી પણ સેકટી સાથે ચડ-ઉતર કરી શકે છે. સામાન્ય રીતે એક માણસને કોઇ સાધન વિના ઝાડ પર ચડતાં જ સાત આઠ મિનિટ લાગે છે, પણ આ મિની બાઇક દ્વારા ૩૦ સેકન્ડની અંદર તમે ટોચ પર પહોંચી શકો છો. આ બાઇક એક લીટર પેટ્રોલમાં ૮૦ ઝાડ પર ચડ-ઉતર કરી શકે છે. જસ્ટ ર૮ કિલો વજન ધરાવતી બાઇક ૮૦ કિલો જેટલું વન ખમી શકે છે. વરસાદના દિવસોમાં સોપારી અને નારિયેળનાં વૃક્ષો પર કીડા લાગવાની સંભાવના વધી જાય છે એટલે એના પર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી બને છે. દવા છાંટવાથી લઇને ફળો ઉતારવા સુધીના કામમાં આ મિની બાઇક કામ આપે છે.

(3:35 pm IST)