Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

અમેરિકામાં ભારતીય પરિવારના મૃત્યુનું રહસ્ય ખુલ્યુઃ પતિએ જ પત્નિ અને બે પુત્રોને ગોળી મારી આત્મહત્યા કરી

અમેરિકાના આઈઓવાના પશ્યિમી મોઇનેશ શહેરમાં એક ભારતવંશી પરિવારને ચાર લોકોના મોતના સમાચાર પોલીસને મળ્યા હતા. આ ઘટના શનિવારે બની હતી. પોલીસના જણાવ્યાનુસાર પડોશીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી ત્યારે ખબર પડી હતી.  અમેરિકાના આયોવાના પશ્ચિમી ડેશ મોઈનેસ શહેરમાં એક ચાર સભ્યોના ભારતીય પરિવારના મૃત્યુની ઘટના સામે આવી હતી. આ ઘટના અંગે હત્યા કે આત્મહત્યા રહસ્ય બન્યુ હતુ. પણ પોલીસને ઘરમાંથી કેટલાય રાઉન્ડ ફાયરીંગના પુરાવા મળ્યા હતા. મૃતકોમાં ચંદ્રશેખર સુનકારા (ઉ.વ.૪૫), લાવણ્ય (ઉ.વ.૪૧) અને પુત્રોનો સામાવેશ થાય છે. ચંદ્રશેખર આંધપ્રદેશના આઈટી પ્રોફેશ્નલ હતા અને અમેરિકામાં તેઓ સર્વીસ બ્યુરો ડીપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. શનિવારે બનેલી ઘટનાની પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. બાળકોની ઉંમર ૧૫ અને ૧૦ વર્ષની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘરમાં રાઉન્ડ ફાયરિંગના પુરાવાઓ મળ્યાં હતા. ચંદ્રશેખર ગત ૧૧ વર્ષથી ઈન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટોમાં નોકરી કરી રહ્યાં છે. રેકોર્ડ પરથી ખબર પડી કે આ ઘરમાં તેમનો પરિવાર માર્ચથી રહેતો હતો. આ ઘટના બાદ મૃતકોના સગાંવહાલાઓ, દોસ્તો અને સહકર્મીઓમાં ડરનો માહોલ પેદા થયો છે. પરિવારના બીજા સભ્યોની ફરિયાદને આધારે પોલીસ કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ કહ્યું કે ઘટના બની તે પહેલાં તેમના ઘરમાં બીજો કોઈ વ્યકિત ઘૂસ્યો નહોતો. રિપોર્ટ અનુસાર સ્થાનિક લોકોએ તો પોલીસને એવું પણ કહ્યું છે કે સુનકારા પરિવાર ડિપ્રેશનમાં હતો અને કદાચ તેમણે આપઘાત કર્યો હોય. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે સુનકારાનો પરિવાર આંધ્રના ગુન્ટરમાંથી આવે છે. સુનકારા વધારે અભ્યાસ માટે અમેરિકા ગયા હતા અને પાછળથી સહપરિવાર ત્યાં ઠરીઠામ થઈ ગયા હતા.

પોલિસે સુનકારા હત્યા કેસમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ  ઘટના બાદ ભારતીયોમાં ડર ફેલાયો હતો.

(3:29 pm IST)