Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વોડાફોન-આઇડિયા, એરટેલને રૂ. ૩૦પ૦ કરોડની પેનલ્ટી

જિઓને ઇન્ટરકનેકશન નહીં આપવા બદલ ડીસીસીની પેનલ્ટી લગાવવા ભલામણ

નવી દિલ્હી તા. ૧૮: ર૦૧૬માં રિલાયન્સ જિઓને પોઇન્ટ ઓફ ઇન્ટરકનેકશન (પીઓઆઇ) નહીં આપવાના આરોપસર હવે વોડાફોન-આઇડિયા અને એરટેલને રૂ. ૩૦પ૦ કરોડની પેનલ્ટી ચૂકવવી પડશે. ટેલિકોમ વિભાગની સંસ્થા ડિજિટલ કોમ્યુનિકેશન્સ કમિશને (ડીસીસી) વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલને પેનલ્ટી લગાવવા માટે મંજૂરી આપી દીધી છે.

જાકે ડીસીસીએ રૂ. ૩૦પ૦ કરોડની પેનલ્ટીની રકમમાં ફેરફાર કરવા માટે ટ્રાઇનો અભિપ્રાય મેળવવાનો નિર્ણય કર્યો છે. ટ્રાઇએ ઓકટોબર-ર૦૧૬માં વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલને પેનલ્ટી લગાવવાની ભલામણ કરી હતી. રિલાયન્સ જિઓએ એવી ફરિયાદ કરી હતી કે બીજી કંપનીઓ દ્વારા પર્યાપ્ત પીઓઆઇ રિલીઝ નહીં થવાના કારણે તેમનાં નેટવર્ક પણ ૭પ ટકા કોલ્સ ફેલ થઇ રહ્યાં છે.

સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકી જણાવ્યું હતું કે હવે ડીસીસીએ પેનલ્ટી લગાવવા માટે મંજૂરી આપી દીધી છે. પરંતુ કમિશને ટેલિકોમ સેકટરની વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને પેનલ્ટીની રકમની સમીક્ષા કરવા માટે ટ્રાઇનો અભિપ્રાય લેવાનો નિર્ણય કર્યો છે. એરટેલ અને વોડાફોનની પેનલ્ટી રૂ. ૧૦પ૦-૧૦પ૦ કરોડ છે જયારે આઇડિયા પર રૂ. ૯પ૦ કરોડની પેનલ્ટી  લગાવવામાં આવી હતી.

(3:27 pm IST)