Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મારા માટે સંસ્કૃત બોલવું કઠીન પરંતુ અશકય નહીં : સુરેન્દ્રનગરનાં સાંસદ ડો. મુંજપરાએ સંસ્કૃતમાં શપથ લીધા

વઢવાણ, તા. ૧૮ : દીલ્હી સંસદ ભવનમાં સોમવારે દેશના સાંસદોએ શપથ લીધી હતા. તેમાં સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાએ લીધેલા શપથની સમગ્ર દેશમાં ચર્ચાઓ થઇ રહી છે. તેનું મહત્વનું કારણ હોય તો એક સંસ્કૃત ભાષામાં લીધેલા શપથ અને બીજુ પિતાજીની જગ્યાએ પ્રથમ માતાનું નામ લઇને દેશની સંસદમાં જે નવો ચીલો ચાતર્યો છે અને આથી જ તેમના શપથ એ નોંધનીય બની ગયા છે.

સંસ્કૃત ભાષામાં શપથ અલગ રીતે શપથ લેવા બાબતે સાંસદ ડો.મુંજપરાએ જણાવ્યું કે સંસ્કૃતનું આજે મહત્વ દ્યટી રહ્યુ છે ત્યારે લોકો સંસ્કૃત ભાષાનું ગૌરવ સમજે તે ખુબ જ જરૂરી બની ગયુ છે. અને આથી જ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. સંસ્કૃત ભાષામાં શપથ લેવા તે મારા માટે પડકાર રૂપ હતુ. આપણે લોક સેવાના કાર્યોમાં પણ પડકારને ઝીલવા છે તે સંદેશ પણ આપવો હતો

(1:15 pm IST)