Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

એરટેલ થેંકસને બહોળો પ્રતિસાદ

એરટેલનાં ગુજરાતમાં ૧.૧૫ કરોડથી વધુ ગ્રાહકોઃ 4G નેટવર્ક ૧૫૦૦૦ શહેરો-ગામોમાં

મુંબઇ, તા.૧૮: વિશ્વ સ્તરની અગ્રણી એકીકૃત ટેલિકોમ સેવાઓ પૂરી પાડનારભારતી એરટેલ (એરટેલ)એ આજે જણાવ્યું હતું કે તેનું 4G હવે ગુજરાતમાં ૧૫,૦૦૦થી વધુ શહેરો અને ગામોને આવરી લેતાં ગ્રાહકોને હાઈ સ્પીડ મોબાઈલ બ્રોડબેન્ડ સેવાઓ માટે સક્ષમ બનાવે છે.

એરટેલ ગુજરાતમાં ૧.૧૫ કરોડથી વધુ ગ્રાહકો ધરાવે છે અને તાજેતરમાં તેણે પ્રદેશમાં તેની હાઈ સ્પીડ ડેટા સર્વિસીસને વધુ વ્યાપક બનાવવા નેટવર્ક વિસ્તરણ પહેલની જાહેરાત કરી હતી.

ભારતી એરટેલ ગુજરાતના સીઓઓ નવનિતશર્માજણાવ્યુ હતું કે, ડિજિટલ હાઈવે પર વધુ ને વધુ ગ્રાહકોને લાવતાં અમે સમગ્ર ગુજરાતમાં અમારી 4G સેવાઓના વિસ્તરણ માટે કટીબદ્ઘ છીએ. બજેટને અનુરૂપ સ્માર્ટફોન્સની ઉપલબ્ધતાને પગલે 4G ડેટાના વપરાશમાં જંગી વધારો થયો છે અને એરટેલનો આશય તેના વિસ્તૃત ડેટા અનુભવ સાથે ગુજરાતમાં ગ્રાહકોની પસંદગીનું 4G  નેટવર્ક બનવાનો છે. અમારા નવા #AirtelThanks કાર્યક્રમ સાથે ગ્રાહકો પ્રીમિયમ ડિજિટલ કન્ટેન્ટ, ડિવાઈસ પ્રોટેકશન, નાણાકીય સેવાઓ અને બીજી અનેક વિશેષ ઓફર્સ સાથે સ્માર્ટફોનનો અનુભવ માણી શકશે.'

નવો #AirtelThanks કાર્યક્રમ તેની સેવાઓની ઓફરમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવા સ્તરમાં વિભાજિત છે. પ્રત્યેક સ્તર એરટેલ ગ્રાહકો માટે લાભોનો એક નવો જ સેટ ખોલે છે. આ લાભોઅમેઝોન પ્રાઈમ, નેટફ્લિકસ અને ઝી 5થી લઈને વિન્ક મ્યુઝિક, ડિવાઈસ બ્રાન્ડ્સ જેવી પ્રીમિયમ કન્ટેન્ટ બ્રાન્ડ્સજેવા એરટેલના ભાગીદારો દ્વારા પૂરા પાડવામાં આવે છે.

સિલ્વર સ્તર એરટેલટીવી, વિન્ક જેવા બેઝિક કન્ટેન્ટના વિશ્વમાં પ્રવેશ સમાન છે. ગોલ્ડ સાથે ગ્રાહકો વધારાના ટેલિકોમ લાભ મેળવી શકશે અને પ્રીમિયમ કન્ટેન્ટ અથવા નાણાકીય સેવાઓ પર મહત્ત્।મ વેલ્યૂ પણ એકસેસ કરી શકે છે. પ્લેટિનમ સાથે ગ્રાહકો એરટેલમાંથી વીઆઈપી સેવાઓ મેળવી શકશે, જેમાં પ્રીમિયમ કન્ટેન્ટ, ઈ-બૂકસ, ડિવાઈસ પ્રોટેકશન, અને ચોક્કસ ઈવેન્ટ્સ અને વેચાણ પરવિશેષ આમંત્રણો તેમજ એકસેસમાં અગ્રતાનો સમાવેશ થાય છે.

એરટેલ ગુજરાતમાં મોબાઈલ સર્વિસીસ (4G/3G/2G)નો વ્યાપક બૂકે ઓફર કરે છે, જે ૪૦ હજારથી વધુ ભાગીદારોની વ્યાપક વિતરણ ચેનલની મદદથી અંતરિયાળ ગામડાઓમાં પણ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. એરટેલનું નેટવર્ક હવેસમગ્ર ગુજરાતમાં અંદાજે ૮૫%ની વસતીને આવરી લે છે.

(1:12 pm IST)