Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

અયોધ્યા ટેરર એટેક કેસનો ચુકાદો ગમે તે ઘડીએ

૨૦૦૫માં અયોધ્યા ટેરર એટેક કેસનો આજે ૧૪ વર્ષ બાદ પ્રયાગરાજ કોર્ટ ચુકાદો આપી રહી છે, ૭ સીઆરપીએફ જવાનો તે સમયે ઘાયલ થયા હતા. જૈસ-એ-મહોમ્મદના ૫ ત્રાસવાદી અને ૨ સ્થાનીક રહેવાસીઓ સહિત ૭ના આ હુમલામાં મોત થયા હતા. યુ.પી. પોલીસે એ સમયે ઇરફાન, આસીક ઇકબાલ ઉર્ફે ફારૂખ, શકીલ અહેમદ, મોહમ્મદ નસીમ અને મોહમ્મદ અઝીમ સહિત ૫ની ધરપકડ કરી હતી.

આ પાંચેય શખ્શોએ ત્રાસવાદીઓને તમામ સવલતો પુરી પાડી હતી. જો કે પાંચેયને બનાવસ્થળે ફુંકી મારવામાં આવેલ.

નૈની જેલમાંથી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ૬૩ સાક્ષીઓને ફરીયાદ પક્ષે તપાસ્યા હતા.

૫ જુલાઇ ૨૦૦૫ના રોજ ભારે શસ્ત્રસજજ પહેરદારોના રક્ષણ હેઠળ રહેલ રામ જન્મભુમિ-બાબરી મસ્જિદ કોમ્પ્લેકસ ઉપર સશસ્ત્ર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. એક કલાકની મુઠભેડ દરમિયાન તમામ ત્રાસવાદી માર્યા ગયેલ

(1:11 pm IST)