Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્રના ઊનામાં ત્રણ ઇંચ, સુત્રાપાડા અઢી, કોડીનાર માંડવી દોઢ ઇંચ વરસાદ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમી અને ભારે ધારે વરસતા મેઘરાજા, ચારેકોર ઠંડક, સવારથી પવનનું જોર ઘટ્યું : જૂનાગઢ સહિત વંથલીમાં અડધો ઈંચ અને ઝાપટા પડી રહ્યા છે : માણાવદર માંગરોળ મેંદરડા વિસાવદર મેઘકૃપા : અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ : સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ચારેકોર વરસાદના વાવડ : ગીર જંગલમાં ભારે વરસાદના પગલે સાગવાડી નદીમાં પુર : ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ, દક્ષિણમાં હળવો વરસાદ, ધાબડીયું વાતાવરણ : બંગાળની ખાડીમાં બે ત્રણ દિવસમાં લોપ્રેસર બનશે, જે ચોમાસાને વેગ આપશે : ૪ જુલાઈ સુધીમાં દેશના ૯૦ ટકા વિસ્તારને ચોમાસુ કવર કરી લેશે, જૂનના અંત થી ખૂબ જ સારી મેઘકૃપા શરૂ થશે : ૨૧ મીએ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચશે હવામાન ખાતાની આગાહી

(1:10 pm IST)