Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ઓફિસમાં મશીનથી ચા મળતી'તી શરૂ કર્યો ચાની ડીલીવરીનો ધંધોઃ આજે ૨ કરોડનું ટર્નઓવર

ર એન્જીનીયરીંગ મિત્રોએ ટી ચેઇન 'ચા કોલિંગ' શરૂ કરીઃ હાલ ૧પ સ્ટોલ છે

લખનઉ, તા.૧૮: ચાની દુકાન અને કરોડોનો બિઝનેસ. હેરાન થવાની જરૂર નથી. આ સંપૂર્ણ રીતે સાચું છે. બે એન્જિનિયર મિત્રોએ પિઝા અને અન્ય ફૂડની જેમ ચાની પણ હોમ ડિલિવરી શરૂ કરી છે. થોડા જ વર્ષોમાં તેમનો બિઝનેસ ઘણા શહેરો સુધી ફેલાઈ ગયો. હજારો લોકો રોજ ઘર અથવા ઓફિસમાં તેમની ચાની ચુસ્કી માણી રહ્યા છે.અભિનવ ટંડન અને પ્રમિત શર્માની ટી ચેનનું નામ શ્નચાય કોલિંગલૃછે. આ સમયે યુપીમાં આ ચેનના ૧૫ ટી-સ્ટોલ ચાલી રહ્યા છે. જેમાંથી વાર્ષિક લગભગ ૨ કરોડ રૂપિયાની કમાણી થાય છે. બરેલાના રહેનારા અભિનવ અને પ્રમિતએ લખનઉમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. બંને મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી કરવા લાગ્યા. પછી બંનેએ પોતાનું કંઈક કરવાનું વિચાર્યું. ૨૦૧૪માં બંનેએ ચાય કોલિંગ નામથી નોએડા સેકટર-૧૬ મેટ્રો સ્ટેશન પાસે એક ટી-સ્ટોલ શરૂ કર્યો.

અભિનવે જણાવ્યુ, જયારે હું ઓફિસમાં કામ કરતો હતો તો મશીનની ચા પીવી પડતી હતી. તેનાથી કંટાળી ગયા તો બહાર એક ચાની દુકાને જવા લાગ્યા. પછી બંને મિત્રોએ ૧ લાખ રૂપિયાથી ટી-સ્ટોલ શરૂ કર્યો. શ્નચાય કોલિંગલૃનામથી એક વેબસાઈટ બનાવી. બિઝનેસ વધ્યું તો ઘણી ઓફિસોમાંથી કોન્ટ્રેકટ મળવા લાગ્યો. ઓફિસોમાં ચાની ડિલિવરી થવા લાગી. એક કપ ચાના ૧૦ અને ૧૫ રૂપિયા.બિઝનેસ વધ્યો તો અભિનવ અને પ્રમિતે ઘરોમાં પણ ૧૫ મિનિટની અંદર ચાની ડિલિવરી પર કામ શરૂ કરી દીધું. નોએડામાં ત્રણ અને બરેલીમાં ૬ સ્ટોલ ખોલ્યા. આ બાદ કંપનીનું ટર્નઓવર વધવા લાગ્યું. ૨૦૧૫માં ૫૦ લાખથી ૨૦૧૯માં  ૨ કરોડ સુધી પહોંચી ગયું. હાલમાં ચાય કોલિંગના લગભગ ૧૫ સ્ટોલ છે. અભિનવ જણાવે છે કે તેઓ જલ્દી જ લખનઉમાં કેટલાક સ્ટોલ ખોલવાની યોજના બનાવી રહ્યા છે. 'ચાય કોલિંગ'થી ૧૦૦ યુવાનોને પણ રોજગાર મળ્યો છે.

(11:42 am IST)