Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

પેટ્રોલ ર૦ દિવસમાં થયું ૧.૯૩ રૂપિયા સસ્તું

નવી દિલ્હી તા. ૧૮ :.. આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમતોમાં થયેલા ઘટાડાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને સતત રાહત મળી રહી છે. ગત ર૦ દિવસમાં દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૧.૯૩ રૂપિયા સસ્તું થયું છે. ત્યાં ડીઝલની વાત કરીએ તો ર.૮પ રૂપિયા પ્રતિ લીટર સુધી રાહત મળી છે.

જો કે અઠવાડીયાના પહેલા દિવસે એટલે કે સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહે છે. સોમવારે દિલ્હી, કલકતા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ૬૯.૯૩ રૂપિયા, ૭ર.૧૯ રૂપિયા, ૭પ.૬૩ રૂપિયા અને ૭ર.૬૪ રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યા. ત્યાં ડીઝલના ભાવ ચારેય મહાનગરોમાં ૬૩.૮૪ રૂપિયા, ૬પ.૭૬ રૂપિયા, ૬૬.૯૩ રૂપિયા અને ૬૭.પર રૂપિયા પ્રતિ લીટર રહ્યાં.

રવિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. રવિવારે પેટ્રોલના ભાવમાં ૬ પૈસા જયારે ડીઝલના ભાવમાં ૯ થી ૧૦ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો. આશરે પ મહિનામાં એવું બન્યું છે કે જયારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પ મહિનાના નીચલા સ્તરે છે.

(11:41 am IST)