Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

૧૭૧ ટકાનો ઉછાળો

એડવાન્સ ટેક્ષે સરકારની તિજોરી છલકાવી

નવી દિલ્હી તા.૧૭: નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પહેલા ત્રિમાસીક માટે દેશની કંપનીઓએ ભારે ઉત્સાહ પૂર્વક એડવાન્સ ટેક્ષ ચુકવ્યો  છે, જેનાથી તેમાં ૧૭૧ ટકાો ઉછાળો આવ્યો છે. આ જોતા કર અધિકારીઓએ કહેવાનું શરૂ કર્યુ છે કે છેલ્લા કેટલાક ત્રિમાસીકમાં મંદ રહેલી અર્થ વ્યવસ્થા કદાચ ફરીથી પાટા પર આવી રહી છે. કુલ ડાયરેકટ ટેક્ષની રકમમાં મુંબઇ ઝોન એક તૃત્યિIંશથી વધારે યોગદાન આપે છે અને અહીં દેશના ટોચના ૪૫ કરદાતાઓ રહે છે. આ કોત્રમાંથી ચાલુ વર્ષની એપ્રિલ જુન ત્રિમાસી દરમ્યાન ૧૭૧૭૪ કરોડ રૂપિયા એડવાન્સ ટેકા એકઠો થયો છે. કર વિભાગના આંકડાઓ અનુસાર ગયા નાણાકીય વર્ષમાં આ જ સમયગાળામાં આ આંકડો ૭૩૫૬ કરોડ રૂપિયા જ હતો. આ વર્ષે કોર્પોરેટ (કંપનીઓ)નો કર ૧૪૮૭૩ કરોડ રૂપિયા આવ્યો છે જે ગયા વર્ષે ૫૪૭૭ કરોડ હતો. આ ત્રિમાસિક ગાળામાં વ્યકિતગત કર ગયા વર્ષના એજ સમયગાળાની સરખામણીમાં ૨૨.૪ ટકા વધીને ૨૩૦૧ કરોડ રૂપિયા થયો છે.ચાલુ નાણાકીય વર્ષ માટે એડવાન્સ ટેક્ષના પહેલા હપ્તાની ટાઇમ લીમીટ ૧૫ જુને પુરી થઇ હતી.  એડવાન્સ ટેક્ષ ચુકવણીના વ્યાપમાં આવનારા કરદાતાઓએ કુલ ટેક્ષના ૧૫ ટકા ચુકવવાના હોય છે. કર અધિકારીઓનું માનવું છે કે નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસીકગાળામાં જ કર ભંડોળમાં આટલી તેજી અર્થવ્યવસ્થાના હિસાબે ઘણી સારી કહી શકાય. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના અંતિમ ત્રિમાસીકમાં વિકાસ દર છેલ્લા ૨૦ ત્રિમાસીક ગાળામાં સૌથી ઓછો હતો, જે ફકત ૫.૮ ટકા જ હતો. જયારે ગયા આખા વર્ષનો વૃધ્ધિ દર પણ એક વર્ષના નીચલા સ્તર પર ૬.૮ ટકા થઇ ગયો હતો.

(11:38 am IST)