Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગુજરાત મેઘરાજાની રાહમાં : વરસાદી ઘટ ૪૪ ટકા

સૌરાષ્ટ્રના ૧૬૯ ડેમોમાં માત્ર ૬.૬૮ ટકા પાણીઃ ગુજરાતમાં ૧૦મી જુને ચોમાસુ બેસી જતું હોય છે અને ૧પ જુન સુધીમાં સમગ્ર રાજયને આવરી લેતું હોય છે

નવી દિલ્હી, તા.૧૮: આવખતે  કેરળમાં ચોમાસુ બેઠુ તે પછી હજુ તે દેશના અન્ય સ્થળે પહોંચ્યુ નથી. જુન મહિનો હવે અંત ભણી જઇ રહ્યો છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત હજુ અડધુ કોરૂ છે અને વરસાદી ઘટ ૪૪ ટકા જોવા મળી રહી છે.

વાયુ વાવાઝોડાના કારણે રાજયમાં આવતું નૈઋત્યનું ચોમાસું વધુ લંબાયું છે. જયારે વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ કારણે આ વિસ્તારોમાં પાણીની અછત ફકત ૧૧% જેટલી જ રહી છે. અમદાવાદમાં આવેલ ભારતીય હવામાન ખાતાની વિભાગીય કચેરીના ડેટા મુજબ ૧૭ જૂન સુધીમાં ઉત્ત્।ર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની અછત સૌથી વધુ ૭૦% જેટલી છે. સામાન્ય રીતે આ સમય સુધીમાં આ વિસ્તારોમાં ૪૯ૃૃ જેટલો વરસાદ પડી જાય છે જેની સામે હજુ સુધી ફકત 14.6mm જેટલો જ વરસાદ પડયો છે.

તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ૧૭ જૂન સુધીમાં 30.6mm વરસાદની સામે અત્યાર સુધીમા 27.3mm વરસાદ પડ્યો છે. જયારે પોરબંદર, ગીર-સોમનાથ, જુનાગઢ અને અમરેલી જેવા જિલ્લાઓમાં ૧૭ જૂન સુધીમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ ગીર-સોમનાથ જિલ્લામાં સામાન્ય રીતે 61.6mm વરસાદની સામે અત્યાર સુધીમાં જ 158mm જેટલો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે આ ચાર જિલ્લાઓમાં વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર રહી હતી.

હવામાન વિભાગના અધિકારીઓ મુજબ ચોમાસાની આ સીઝનમાં સમગ્ર દેશની વાત કરવામાં આવે તો લગભગ વરસાદની અછત લગભગ અડધોઅડધ એટલે કે ૪૩% જેટલી રહી છે. જેમાં મધ્યપ્રદેશ, ઓડિશા, છત્ત્િ।સગઢ, મહારાષ્ટ્ર અને ગોવામાં કુલ વરસાદની અછત ૫૯% જેટલી નોંધાઈ છે તો પૂર્વ અને ઉત્ત્।ર-પૂર્વીય રાજયોમાં અત્યાર સુધીની વરસાદની અછત ૪૭%જેટલી નોંધાઈ છે.

જોકે આ સાથે જ રાજયના રેવન્યુ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ભલે વાયુના કારણે પોરબંદર, જુનાગઢ અને ગીર-સોમનાથમાં વરસાદ પડ્યો હોય તેમ છતા ડેમમાં પાણીની આવક નહીવત જ થઈ છે. સૌરાષ્ટ્રના કુલ ૧૩૯ ડેમમાં ૧૬૯.૪૧ મિલિયન કયુબિક મીટર પાણીનો જથ્થો જ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ડેમની પૂર્ણ ક્ષમતા ૨,૫૩૭.૪૯ મિલિયન કયુબિક મીટરની સામે માત્ર ૬.૬૮% જેટલું જ પાણી છે. તો ગુજરાતની વાત કરવામાં આવે તો તેના કુલ ૨૦૩ ડેપમની જળસંચન ક્ષમતા ૧૫,૭૬૫ મિલિયન કયુબિક મીટર છે જેની સામે તેમાં ફકત ૨,૪૯૫.૪૫ મિલિયન કયુબિક મીટર જેટલા પાણીનો જથ્થો જ છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની શરુઆત જૂનના પ્રથમ સપ્તાહ કે બીજા સપ્તાહમાં ૧૦ જૂન આસપાસ થઈ જાય છે. હવામાન વિભાગ મુજબ જો દેશના ચોમાસાની પેટર્ન જોવામાં આવે તો અત્યાર સુધીમાં તો ચોમાસુ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે ઉત્ત્।ર પ્રદેશના પૂર્વ વિસ્તારોમાં પહોંચી જવું જોઈએ. પરંતુ હજુ સુધી તે ફકત મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે.(૨૩.૭)

(11:32 am IST)