Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ગુજરાત રાજ્યસભા ચૂંટણીનો મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો:ચૂંટણી પંચના અલગ અલગ પેટાચૂંટણી કરવાના નિર્ણયને કોંગ્રેસે પડકાર્યો

બંને બેઠકો પર એકસાથે ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવા અનુરોધ કર્યો ;વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વકીલ મારફત સુપ્રીમમાં કરી અરજી

 

નવી દિલ્હી :ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણીનો મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે બે બેઠકોની અલગ અલગ પેટા ચૂંટણી કરવાના ચૂંટણી પંચના નિર્ણયને કોંગ્રેસે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વકીલ મારફત સુપ્રીમકોર્ટમાં અરજી કરીને રાજ્યની રાજ્યસભાની બંને બેઠક એકસાથે ચૂંટણી કરાવવા ચૂંટણી પંચને નિર્દેશ આપવા દાદ માંગી છે

   અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાતા ગુજરાત રાજ્યસભાની બે સીટ ખાલી પડી છે અમિતભાઇ શાહ અને સ્મૃતિ ઈરાની ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હતા તેઓએ રાજીનામુ અપાતા બે બેઠકો ખાલી પડી છે જેની પેટા ચૂંટણી આગામી 5મી જુલાઈએ યોજાનાર છે

કોંગ્રેસે .વકીલ વરુણ ચોપડા મારફતેસુપ્રીમકોર્ટમાં અરજી કરી છે  ચૂંટણી પંચ દ્વારા 15 જૂને બહાર પડાયેલી યાદી મુજબ 5મી જુલાઈએ બંને બેઠકનો ચટણી કાર્યક્રમ જાહેર થયો છે  ધાનાણીએ પંચના આદેશને રદ કરવા તથા તેને ગેરબંધારણીય, ગેરકાયદેસર અને શૂન્ય જાહેર કરાવનો અનુરોધ કર્યો છે.

    ધાનાણીનું  કહેવું છે કે, બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. તેમણે માગ કરી છે કે, પંચને ગુજરાત સહિત બધા રાજ્યોની ખાલી બેઠકો ભરવા માટે પેટાચૂંટણી અને ચૂંટણી સાથે-સાથે કરાવવાનો નિર્દેશ આપવામાં આવે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની બે બેઠકો પર જો એક સાથે એક બેલેટ પર ચૂંટણી થાય તો કોંગ્રેસને તેના પર જીત મળી શકે છે ધારાસભ્યોની સંખ્યાની દ્રષ્ટિએ જો ચૂંટણી અલગ-અલગ બેલેટ પર થશે તો જીત ભાજપની થશે. સંખ્યા બળની દ્રષ્ટિએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 મત જોઈએ. એક બેલેટ પર ચૂંટણીથી ઉમેદવાર એક વોટ આપી શકશે.

  સ્થિતિમાં કોંગ્રેસ એક બેઠક સરળતાથી જીતી શકી હોય, કેમકે તેની પાસે 71 ધારાસભ્યો છે. જોકે, ચૂંટણી પંચના નોટિફિકેશન મુજબ, ધારાસભ્ય અલગ-અલગ વોટ કરશે. એવામાં તેમને બે વખત મત આપવાની તક મળશે. રીતે ભાજપના ધારાસભ્ય જેની સંખ્યા 100થી વધુ છે, તે બે વખત મત કરી બંને ઉમેદવારોને જીતાડી શકે છે.

(12:31 am IST)